જો તમે ઓફિસમાં કામ કરો છો તો તમારી સાથે ક્યારેક એવું બન્યું જ હશે કે તમે કોઈ વાતને લઈને ખરાબ મૂડમાં આવી જાવ અને ઓફિસ જવાનું મન ન થાય. પરંતુ જરૂરી નથી કે તમે આ કરી શકો. પરંતુ, એક એવી કંપ્ની પણ છે જેમાં મૂડ ખરાબ થવા પર 10 દિવસની રજા લઈ શકાય છે. નવાઈ પામશો નહીં, એ વાત સાચી છે કે ચીનની કંપ્ની પેંગ ડોંગ લાઈએ સેડ લીવ પોલિસી શરૂ કરી છે.
પાંડ ડોંગ લાઈ ચીનમાં સુપરમાર્કેટ ચેઈન છે અને તેના સ્થાપક યુ ડોંગલાઈ છે. પોતાના કર્મચારીઓને મોટી રાહત આપતા તેમણે એક નવી પોલિસી શરૂ કરી છે જેને સેડ લીવ નામ આપવામાં આવ્યું છે. 10 દિવસની રજા લેવાની સુવિધા છે, પરંતુ તેના માટે તમારો મૂડ ખરાબ હોવો જોઈએ. આમાં ખાસ વાત એ છે કે તમારે રજા લેવા માટે તમારા મેનેજરની પરવાનગી લેવાની પણ જરૂર નથી. આનો અર્થ એ છે કે ખરાબ મૂડમાં 10 દિવસ ઓફિસ આવવાની જરૂર નથી.
પેંગ ડોંગ લાઈ કંપ્નીમાં કર્મચારીઓ દિવસમાં માત્ર 7 કલાક કામ કરે છે અને આ કંપ્નીમાં 5 દિવસ કામ કરવાનો નિયમ છે. આવી સ્થિતિમાં, કર્મચારીઓને એક વર્ષમાં લગભગ 40 રજાઓ લેવાનો અધિકાર છે. રિપોર્ટ અનુસાર, ચીનમાં કાર્યસ્થળની ચિંતા પર 2021ના સર્વેક્ષણ અનુસાર, 65 ટકાથી વધુ કર્મચારીઓ કામના સ્થળે થાક અને નાખુશ અનુભવે છે. નીચા વેતન અને ઓવરટાઇમ કલ્ચર કર્મચારીઓમાં નકારાત્મક લાગણીઓના મુખ્ય સ્ત્રોત છે.
મેનેજરની પરવાનગી લેવાની પણ જર નહીં
ચીનમાં રિટેલ ઉદ્યોગપતિ યુ ડોંગલાઈએ તેમના કર્મચારીઓને કાર્ય-જીવનમાં બહેતર સંતુલન પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે ’સેડ લીવ’ શરૂ કરી છે. આ વાતની જાહેરાત કરતા તેમણે કહ્યું કે દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક દિવસો એવા હોય છે જ્યારે તે દુ:ખી હોય છે અને આ માનવ સ્વભાવ છે. આવી સ્થિતિમાં, જો અમારી કંપ્નીના કર્મચારીનો મૂડ ખરાબ હોય, તો 10 દિવસની રજાની જોગવાઈ કરવામાં આવી છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે આ રજા લેવાની તેમને સંપૂર્ણ સ્વતંત્રતા હશે. મેનેજરની પરવાનગી લેવાની પણ જરૂર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech