ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્રનો આજ થી પ્રારભં થયો છે. આ અગાઉ વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ત્રણ દિવસના ચોમાસું સત્રમાં સરકાર પાંચ વિધેયક લાવશે. આજના પ્રથમ દિવસના કામકાજ દરમિયાન દિવગંતોને શ્રદ્ધાંજલિ ઉપરાંત, કેન્દ્રમાં વડાપ્રધાન પદ પર ત્રીજી વખત નરેન્દ્ર મોદી બિરાજમાન થતા તેમના માટે વિશેષ પ્રસ્તાવ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહમાં લાવશે.
આજથી શ થયેલા ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં રાય સરકારે પાંચ વિધેયકો લાવવાનો નિર્ણય કર્યેા છે. જે પૈકી એક વિધેયક અંધશ્રદ્ધા અને કાળાજાદુ વિરોધી પગલા સુચવતુ છે. યારે બીજુ વિધેયક દા કે કેફી પદાર્થેામાં જ કરાયેલ વાહનોનો તત્કાલ નિકાલ કરવાનું છે. આ ઉપરાંત અન્ય બે વિધેયક કેન્દ્રીય કાયદા સુધારાને આનુષાંગિક છે. આ વિધેયકોને કેબિનેટની બેઠકમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે.ત્રણ દિવસીય ચોમાસુ સત્રની ગૃહની કામગીરી સુનિશ્ચિત કરવા માટે આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં દિવસ પૈકી કયા દિવસે કયુ વિધેયક ગૃહમાં રજુ કરવું તે નક્કી કરવામાં આવ્યું હતું. પાંચ વિધેયક પૈકી મહત્વનું ગણી શકાય તેવું અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી વિધેયક છે. આ વિધેયકમાં ધાર્મિક પરંપરા અને રિવાજોને બાદ કરતા જે અંધશ્રદ્ધા ફેલાવાઈ રહી છે કે ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને અટકાવવા માટે કડક સજાની જોગવાઈવાળુ વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.
ભ્રષ્ટ્રાચાર અને ભ્રષ્ટ્રાચારીઓમાં દાખલો બેસે તેવી કાર્યવાહી થઈ શકે તે માટેનું વિધેયક પણ સરકાર તૈયાર કરી રહી છે. જેમાં કલાસ વન અધિકારી સામે પણ મિલકત જી સુધીની કાર્યવાહી થઈ શકે તે મુજબની જોગવાઈ રાખવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત લાંચ શ્વત શાખાની ટ્રેપમાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓ પુરાવાના અભાવથી છટકી જતા એટલે તે માટેની જોગવાઈઓ પણ રાખવામાં આવી છે. ભ્રષ્ટ્ર કર્મચારી અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વધુ સત્તા એસીબીને સોંપતી જોગવાઈ કરાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
દા, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થેાનો વેપલો કરનારાઓને આર્થિક ફટકો આપવા અને આવા કિસ્સામાં પકડાયેલા વાહનોથી સરકારી આવક વધારવાના હેતુથી સરકાર નશાબંધીના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. આ માટેનું ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ૨૦૨૪ ગૃહમાં રજુ કરવા માટે તૈયાર કરી લેવાયું છે. જેમાં દા ડ્રગ્સ સહિત નશીલા પદાર્થેાની હેરાફેરીમાં પકડતા વાહનો હયાત કાયદા મુજબ કોર્ટના અંતિમ ચુકાદા સુધી સરકાર હરાજી કરી શકતી નથી. પરંતુ આ કાયદામાં સુધારો કરી વાહન ભંગાર થાય તે પહેલા હરાજી કરી શકે તેવો કાયદો ઘડવામાં આવશે.
પ્રથમ દિવસે દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ
ગુજરાતના પૂર્વ રાજયપાલ સ્વ. ડો. કમલાજી બેનીવાલ, ગુજરાતના પૂર્વ રાજયકક્ષાના મંત્રી સ્વ. બિપીનભાઇ ઇશ્વરભાઇ શાહ તથા ગુજરાતના પૂર્વ સભ્યો સ્વ. શિવભદ્રસિંહ કુષ્ણકુમારસિંહજી ગોહિલ, સ્વ.રત્નાભાઇ મનજીભાઇ ઠુંમર, સ્વ.રામસિંહજી પસિંહજી સોલંકી, સ્વ.નંદકિશોર ત્રંબકલાલ દવે,સ્વ.ખુરશીદહૈદર અબ્દુલમુત્તલીબ પીરઝાદા, સ્વ.સામતભાઇ આલાભાઇ રાઠોડ અને સ્વ. કરશનભાઇ દુલાભાઇ ઓડેદરાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લ ેખો
વિધાનસભા ગૃહ બહાર કોંગ્રેસના દેખાવો
ગુજરાત વિધાનસભા ચોમાસા સત્ર શ થયું છે. ત્રણ દિવસના આ સત્રમાંથી પ્રશ્નોત્તરીની બાદબાકી કરવામાં આવી છે. કોંગ્રેસે ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યેા છે. ગૃહમાં વિપક્ષના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર દેખાવો કર્યા હતા અને સરકારના વિરોધમાં લોકશાહીની હત્યા બધં કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ટૂંકી મુદતનું સત્ર બોલાવવું, પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે તે માટે પ્રશ્નોતરી કાઢી નાંખવામાં આવે, અિકાંડનો પ્રશ્ન હોય, આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય, ડ્રગ્સની વાત હોય, ભૂતિયા શિક્ષકો અને ભૂતિયા કચેરીઓના મુદ્દા પર કોંગ્રેસના ધારાસભ્યોના સવાલોના જવાબ મંત્રીઓ આપી શકતા નથી.
તેમણે ઉમેયુ હતું કે, વિધાનસભા લોકશાહીનું મંદિર છે. ગુજરાતની જનતા ટેકસ ભરે છે. પ્રજાના આ પરસેવાના પિયાથી સરકારની તિજોરી ભરાય છે અને મુખ્યમંત્રીથી લઈને સરકારી કર્મચારીઓના પગાર ચૂકવાય છે. જે બજેટમાંથી વિકાસ માટે ફડં ફાળવવામાં આવે છે ત્યારે પ્રજાના પરસેવાના પિયાનો વેડફાટ થઈ રહ્યો છે. ભાજપના રાજમાં ભ્રષ્ટ્રાચાર શિષ્ટ્રાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચારે બાજુ અધિકારીઓનું રાજ ચાલે છે. જે પ્રજા આ સરકારના ભ્રષ્ટ્રાચારનો ભોગ બની રહી છે. રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો અિકાંડ હોય, તક્ષશિલા કાંડ હોય, મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટના હોય કે વડોદરાની બોટ દુર્ઘટના હોય, આ ઘટનાઓની ગૃહમાં ચર્ચા થવી જરી છે. રાયમાં ભ્રષ્ટ્રાચારની વિધાનસભામાં ચર્ચા થવી જરી છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાયમાં દૂધ નથી મળતું અને દા ખુલ્લ ેઆમ મળી રહ્યો છે. આ સિવાય, કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય, ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું છે, નકલી કચેરી, નકલી અધિકારી, નકલી હત્પકમોના કૌભાંડોની ચર્ચા જરી છે. મુલસાણાનું જમીન કૌભાંડ, કચ્છની ગોચર જમીનનું કૌભાંડ, સુરતનું ડુમસનું જમીન કૌભાંડમાં કોણ સંડોવાયેલું છે તેની ચર્ચા ગૃહમાં થવી જરી છે. મોંઘવારી, મંદી, પરીક્ષાના નામે યુવાનો સાથે છેતરપિંડી જેવા પ્રજાના મુદ્દાઓની ચર્ચા માટે કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા ગૃહમાં સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે ૧૧૬ની નોટીસો આપી હતી. પરંતુ રાય સરકારે ટૂંકી મુદતનું સત્ર બોલાવ્યું, પ્રજાના મુદ્દાઓ ઉઠાવી ના શકાય તે માટે પ્રશ્નોત્તરી કાઢી નાખવામાં આવી. પ્રજાના લગતા મુદ્દાઓના કોંગ્રેસે પૂછેલા પ્રશ્નોના મંત્રીઓ જવાબ આપી શકતા નથી. રાય સરકાર બહત્પમતીના જોરે સત્ર ટૂંકું કરીને ચાલવા માગે છે ત્યારે અમે ગૃહની અંદર અને બહાર પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહીશું અને વિરોધ કરીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech