ભારતના મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ–પશ્ચિમ ચોમાસાના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. પર્યાવરણ માટે કામ કરતી કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્નમેન્ટ, એન્ડ વોટર કાઉન્સિલ (સીઈઈડબ્લ્યુસી)ના અભ્યાસ મુજબ દેશના ૫૫% તાલુકાઓ અથવા ઉપ–જિલ્લાઓમાં છેલ્લા દાયકામાં એટલે કે ૨૦૧૨–૨૦૨૨માં વરસાદમાં૧૦ ટકાથી વધુનો વધારો થયો છે.
આ અભ્યાસ મુજબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર્ર અને તમિલનાડુ રાયના કેટલાક ભાગો, જે પરંપરાગત રીતે સૂકા વિસ્તારોના તાલુકાઓ હતા તેવા ૫૫ ટકા તાલુકાઓમાં વરસાદમાં ૧૦ ટકાથી વધુનો વધારો થયો છે. આમાંથી લગભગ એક ચતુથાશ તાલુકાઓમાં જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન વરસાદમાં ૩૦ ટકાથી વધુનો સ્પષ્ટ્ર વધારો જોવા મળી રહ્યો છે.
સીઈઈડબ્લ્યુસી ના અભ્યાસ ડીકોડિંગ ઈન્ડિયાઝ ચેન્જિંગ મોનસૂન પેટર્ન એ સમગ્ર દેશમાં ૪,૫૦૦ થી વધુ તાલુકાઓમાં ૪૦ વર્ષ (૧૯૮૨–૨૦૨૨)માં વરસાદનું પ્રથમ પ્રકારનું વિગતવાર વિશ્લેષણ હાથ ધયુ છે. અભ્યાસમાં જણાવાયું છે કે છેલ્લા ૪૦ વર્ષેામાં, ભારતના લગભગ૩૦ ટકા જિલ્લાઓમાં વરસાદની ખાધના વર્ષેાની સંખ્યામાં વધારો થયો છે અને ૩૮ ટકા જિલ્લાઓમાં વરસાદના વધારાના વર્ષેાની સંખ્યામાં વધારો થયો છે. તેમાંથી, નવી દિલ્હી, બેંગલુ, નીલગીરી, જયપુર, કચ્છ અને ઈન્દોર જેવા ૨૩ ટકા જિલ્લાઓમાં ઓછા અને વધુ વરસાદવાળા વર્ષેાની સંખ્યામાં પણ વધારો થયો છે.
અભ્યાસ દર્શાવે છે કે આ તાલુકાઓમાં વરસાદમાં વધારો 'ટૂંકા ગાળામાં ભારે વરસાદ'ના સ્વપમાં થઈ રહ્યો છે, જે ઘણીવાર અચાનક પૂર તરફ દોરી જાય છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૩ ને વૈશ્વિક સ્તરે સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું અને આ વલણ ૨૦૨૪ માં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, આબોહવા સંકટની વિવિધ અસરો આત્યંતિક હવામાનની ઘટનાઓમાં વધારાના સ્વપમાં જોવા મળી શકે છે. વર્ષ ૨૦૨૩માં, ચંદીગઢમાં વાર્ષિક વરસાદનો લગભગ અડધો વરસાદ માત્ર ૫૦ કલાકમાં થયો હતો, યારે કેરળમાં જૂનમાં લગભગ ૬૦ ટકા વરસાદની ઘટ હતી. છેલ્લા એક દાયકામાં દેશના માત્ર ૧૧ ટકા તાલુકાઓમાં દક્ષિણ–પશ્ચિમ ચોમાસાના વરસાદમાં ઘટાડો જોવા મળ્યો છે. આ તમામ તાલુકાઓ વરસાદ આધારિત સિંધુ–ગંગાના મેદાનો, ઉત્તર–પૂર્વ ભારત અને ઉચ્ચ હિમાલયના પ્રદેશોમાં સ્થિત છે. આ વિસ્તારો ભારતના કૃષિ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે અને તેમાં નાજુક ઇકોસિસ્ટમ છે જે ખાસ કરીને આબોહવા માટે સંવેદનશીલ છે.
અભ્યાસ મુજબ, દક્ષિણ–પશ્ચિમ ચોમાસાથી વરસાદની અછતનો સામનો કરી રહેલા ૮૭ ટકા તાલુકાઓ બિહાર, ઉત્તરાખંડ, આસામ અને મેઘાલય જેવા રાયોમાં સ્થિત છે. આ તાલુકાઓમાં જૂન અને જુલાઈના ચોમાસાના પ્રારંભિક મહિનામાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે ખરીફ પાકની વાવણી માટે મહત્વપૂર્ણ છે. બીજી બાજુ, ૪૮ ટકા તાલુકાઓમાં ઓકટોબરમાં વરસાદમાં ૧૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો, જેનું કારણ ઉપખંડમાંથી દક્ષિણ–પશ્ચિમ ચોમાસું વિલંબિત પાછું ખેંચાયુ હતું. જેની સીધી અસર રવિ પાકની વાવણી પર પડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવા વિચારણા
January 27, 2025 10:39 AMડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech