ખંભાળિયા પંથકમાં ચોમાસાની આલબેલ: વહેલી સવારે ધોધમાર ઝાપટું વરસ્યું

  • June 16, 2021 11:25 AM 

ખંભાળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વચ્ચે આજરોજ આ પંથકમાં વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે ઘટાટોપ વાદળો આવી ચડતા એક જોરદાર ઝાપટું સતત પંદરેક મિનિટ સુધી વરસી જતા શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. સવારના સમયે વાદળોની આવનજાવન વચ્ચે બફારાનું પ્રમાણ વધ્યું હતું. આગામી દિવસોમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS