મંકિપોક્સ રોગ હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી, વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફનું એલાન

  • May 11, 2023 09:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ માટે સારા સમાચાર હાલ આવી રહ્યા છે. જેમાં વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફે એલાન કર્યુ છે કે, મંકિપોક્સ રોગ હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી. મહત્વનું છે કે એક સમયે મંકિપોક્સને લઈને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો.




દુનિયા માટે ઘાતક ગણાતો મંકિપોક્સ હવે ગ્લોબલ ઈમરજન્સી નથી. ડબલ્યુએચઓ (વિશ્વ આરોગ્ય સંગઠન)ના ચીફ ટ્રેડોસ અધનોમે જાહેર કરી દિધુ છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંગઠનની એક બેઠક મળી હતી. આ બેઠકમાં મંકિપોક્સ કોઈ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સ ન હોવાનું અધિકારીઓએ ચીફને જણાવ્યું હતું જે પછી આજે વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફે તેનું એલાન કર્યુ. ચીફ ટેડ્રોસ અધનોમે કહ્યું કે છેલ્લા 3 મહિનામાં કેસમાં 90 ટકા ઘટાડો થયો છે. મહત્વનું છે કે મંકિપોક્સ 111 દેશોમાં ફેલાયો હતો અને તેને કારણે 140થી વધુ લોકોના મોત થયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application