જામનગરમાં કાલથી ખુલશે ધર્મસ્થાનો, લાખોટા, રેસ્ટોરન્ટ

  • June 10, 2021 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલથી તળાવની પાળે વોકિંગ થઇ શકશે : રાત્રી કર્ફયુ તા. 26 જુન સુધી યથાવત : હોટલ સવારે 9 થી 7 સુધી 50 ટકા હાજરી સાથે ધમધમશે : વેપાર-ધંધામાં 7 વાગ્યા સુધીની છુટ : આશરે બે મહિના બાદ દ્વારકા, સિઘ્ધનાથ, નાગેશ્ર્વર સહિતના મંદિરો ખુલવાની જાહેરાત થતા ભકતોમાં હરખની હેલી

જામનગર સહિત સમગ્ર રાજયમાં કોરોનાના કેસોમાં વ્યાપક ઘટાડો થતા સરકારે અનેક નિયંત્રણોમાં છુટ છાટ આપી છે, ખાસ કરીને તમામ ધર્મસ્થાનો કોવિડની ગાઇડલાઇન મુજબ આવતીકાલ તા. 11 થી તા. 26 સુધી ખુલ્લા રાખવાની જાહેરાત કરી છે, તમામ હોટલ, રેસ્ટોરન્ટો સવારે 9 થી સાંજના 7 સુધી 50 ટકા સીટીંગ સાથે ધમધમશે, ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડીલેવરી રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે પરંતુ હજુ પણ રાત્રે 9 થી સવારના 6 દરમ્યાન કર્ફયુનો અમલ યથાવત રહેશે. લાખોટા સહિતના બાગ-બગીચા ખુલવા સંબંધેની સતાવાર જાહેરાત આજે સ્ટે.કમિટીમાં ચેરમેન દ્વારા કરવામાં આવી હતી.

ગઇકાલે રાજયના મુખ્યમંત્રી વિજય પાણીએ જાહેરાત કરતા જણાવ્યુ હતું કે હાલમાં કોરોનાના કેસો ઘટી જવાથી સરકારે હવે ધીરે ધીરે છુટછાટ આપવાનું શ કર્યુ છે પરંતુ તમામ લોકોએ સોશ્યલ ડીસ્ટન્સનું પુરતું પાલન કરવાનું રહેશે, રાજયના 36 શહેરોમાં તા. 11 જુન થી તા. 26 જુન સુધી રાત્રે 9 થી સવારે 6 સુધી કર્ફયુ યથાવત રહેશે, જયારે હવે જામનગરની દુકાનો, વાણિજય એકમો, લારી ગલ્લા, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેરકટીંગ સલુન, બ્યુટી પાર્લર અને વેપારની ગતીવિધીમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે હવેથી વેપારીઓ સવારે 9 થી સાંજના 7 સુધી વેપાર-ધંધા કરી શકશે.

જાણવા મળતી માહિતી મુજબ આવતીકાલથી જામનગરવાસીઓ માટે પણ સારા સમાચાર છે, રણમલ તળાવના દ્વાર ફરીથી ખુલશે અને હવે લોકો વોકીંગ કરી શકશે જો કે આ અંગે સાંજ સુધીમાં મ્યુ. કમિશ્ર્નર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ સભ્યો સાથે ચચર્િ કયર્િ બાદ કમિટીમાં જાહેરાત કરી હતી. જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતસાગર ઉધાન સહિતના તમામ બાગ બગીચાઓ આવતીકાલથી ખુલ્લા કરવામાં આવશે અને લોકો તેમા જઇ શકશે પરંતુ તમામ લોકોએ માસ્ક પહેરીને આવવું પડશે એટલુ જ નહીં સોશ્યલ ડીસ્ટન્સ પણ રાખવું પડશે.

આ ઉપરાંત વાંચનાલાય અને લાયબ્રેરી 50 ટકા બેઠક ક્ષમતા સાથે અને બાગ બગીચા સવારે 6 થી સાંજના 7 સુધી સોશ્યલ ડીસ્ટન્સ સાથે ખુલ્લા રાખી શકાશે, જીમનેશ્યમ 50 ટકા કેપેસીટી સાથે  ચાલુ રાખી શકાશે અને એસઓપીનું પાલન તમામ લોકોએ કરવું પડશે. આ ઉપરાંત રાજયમાં રાજકીય, સામાજીક, ધાર્મિક, ઉઠમણું-બેસણું અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં 50 વ્યકિતઓ હાજર રહી શકશે.

ખાસ કરીને છેલ્લા બે-બે માસથી ભગવાન દ્વારકાધિશનું મંદિર, નાગેશ્ર્વરનું મંદિર, હાથલાનું શનિદેવનું મંદિર, હર્ષદ માતાનું મંદિર તેમજ જામનગરના સિઘ્ધનાથ, ભિડભંજન, કાશી વિશ્ર્વનાથ, બાલાહનુમાન સહિતના મંદિરો ખુલશે, ઉપરાંત મસ્જીદ, દરગાહ પણ આવતીકાલથી ખુલશે, ખાસ કરીને મંદિરમાં 50 થી વધુ દર્શનાર્થીઓ એકઠા ન થાય તે માટે કાળજી રાખવાની રહેશે, એસટી બસ અને સીટી બસમાં 60 ટકા પેસેન્જર ક્ષમતા રાખી શકાશે. જો કે મંદિરોમાં આરતી સમયે, વધુ લોકો એકઠા કરી નહી શકાય તેવી જાહેરાત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)