રાજકોટમાં સવારે ભેજવાળો ઠંડો પવન બપોરે ગરમા ગરમ લુના સુસવાટા

  • February 19, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધીને ૭૨ ટકા થઈ ગયું હતું. ઉત્તર દિશામાંથી ફુકાતા ઠંડા પવનના કારણે ગરમીમાં રાહત મળી હતી. ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનનું પ્રમાણ બે ડિગ્રી વધુ હોવા છતાં સવારના ખુશનુમા વાતાવરણના કારણે ગરમીનો અહેસાસ ઓછો થતો હતો.
જોકે બપોરે ઉનાળાની યાદ અપાવે તેવી ગરમાગરમ લુ ફુકાવા પામી હતી. પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કીલોમીટરની ઝડપે ધૂળની ડમરી ઉડાડતો પવન ફુકાયો હતો અને જાણે પાનખર ઋતુ આવી ગઈ હોય તેમ ઠેર ઠેર વૃક્ષોના પાંદડાઓ જોવા મળ્યા હતા. બપોરે ભેજનું પ્રમાણ પણ એકદમ ઘટી ગયું હતું અને માત્ર ૨૪ ટકા ભેજ રહેવા પામ્યો હતો.
રાજકોટમાં મહત્તમ તાપમાન નો પારો ૩૫.૫ ડીગ્રી સુધી બપોરે પહોંચી ગયો હતો. રાજકોટ જેવી જ સ્થિતિ ભુજ નલિયા અમરેલી સુરેન્દ્રનગર વેરાવળ સહિત રાયના અનેક વિસ્તારોમાં થઈ છે અને ત્યાં બધી જગ્યાએ મહત્તમ તાપમાન ૩૫ થી ૩૭ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ–ચાર દિવસ માટે મહત્તમ અને લઘુતમ તાપમાન ઐંચકાશે અને મહત્તમ તાપમાન નો પારો ૩૭ થી ૪૦ ડિગ્રી આસપાસ પહોંચી જશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટમાં આજે એવરેજ કરતાં પાંચ ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. યારે લઘુતમ તાપમાન એવરેજ કરતા ચાર ડિગ્રી વધુ છે. સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન તામિલનાડુના ઈરોડ સેન્ટરમાં ૩૮ ડિગ્રી નોંધાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application