સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તેલ પર દેશની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. આ માટે તેણે સાઉદી અરેબિયામાં ઘણા મોટા પ્રોજેક્ટ ચલાવ્યા છે, જેના પર વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સાઉદી અરેબિયા 2024માં ઊભરતાં બજારોમાં સૌથી મોટા બોન્ડ ઇશ્યુ કરનાર પૈકીનું એક હતું અને આ 2025માં પણ ચાલુ રહેશે. સાઉદી સરકારે સંકેત આપ્યો છે કે તે તેના વિશાળ પ્રોજેક્ટ્સ માટે નાણાં એકત્ર કરવા માટે 2025 માં તે જ ગતિએ ઉધાર લેશે, આ માટે સાઉદી સરકારે વર્ષ 2025 ના પ્રથમ બોન્ડના વેચાણની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાની સરકારે વર્ષ 2024માં 17 બિલિયન ડોલરના આંતરરાષ્ટ્રીય બોન્ડ્સનું વેચાણ કર્યું હતું, જે ઊભરતાં બજારોમાં રોમાનિયા પછી બીજા ક્રમે હતું. ગયા વર્ષે તમામ સાઉદી બોન્ડ ડોલર સ્વરૂપમાં હતા. આ વર્ષે એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઉદી તેના નાણાકીય આધારમાં વિવિધતા લાવવા માટે વિશ્વની અન્ય કરન્સી પર પણ વિચાર કરી શકે છે. નેશનલ ડેટ મેનેજમેન્ટ સેન્ટર (એનડીએમસી) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વર્ષે સાઉદીની નાણાકીય જરૂરિયાતો 139 બિલિયન રિયાલ (37 બિલિયન ડોલર) હોવાનો અંદાજ છે.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં મોટા પ્રોજેક્ટ માટે સરકારને જંગી રોકાણ કરવું પડે છે. તેથી, આંતરરાષ્ટ્રીય બોન્ડ વેચવા સિવાય, સાઉદી સરકાર નવી લોન પણ લઈ શકે છે. સાઉદી સરકારે કહ્યું છે કે તેને 3 બેંકો તરફથી 2.5 બિલિયન ડોલરની 3 વર્ષની રિવોલ્વિંગ ક્રેડિટ ફેસિલિટી મળી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સાઉદીને ધિરાણ આપ્નારી બેંકો અબુ ધાબી ઈસ્માઈલિક બેંક, ક્રેડિટ એગ્રીકોલ એસએ અને દુબઈ ઈસ્લામિક બેંક છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 હેઠળ, સરકાર નવા શહેરોથી લઈને રમતગમત અને સેમિક્ધડક્ટર્સ સુધીની દરેક બાબતો પર સેંકડો અબજો ડોલર ખર્ચી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech