પાંચ વર્ષ બાદ ડ્રેગન સાથે હાથ મિલાવશે મોદી

  • October 23, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના કઝાનમાં બ્રિકસ સમિટ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત 22 ઓક્ટોબરે થઈ હતી, જે 24 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન આજના દિવસને ઐતિહાસિક દિવસ તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે આજે લગભગ 5 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી એકબીજા સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કઝાન શહેરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. આ દરમિયાન સમગ્ર વિશ્વની નજર તેના પર ટકેલી રહેશે. વર્ષ 2019ની શરૂઆતમાં બ્રાઝિલમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ચીન અને ભારતના ટોચના નેતાઓએ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. મોદી-જિનપિંગની આ વખતની દ્રિપક્ષીય બેઠક અગાઉની બેઠક કરતાં ઘણી રીતે અલગ છે. હાલમાં યારે વિશ્વના બે ભાગોમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાંથી એક રશિયા પોતે છે, જે બ્રિકસ સમિટનું આયોજન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યારે એશિયાઈ દેશોના બે સૌથી શકિતશાળી નેતાઓ આમને–સામને થશે ત્યારે તેની અસર વૈશ્વિક સ્તર પર જોવા મળી શકે છે. જો કે, આ મીટિંગ વધુ ખાસ માનવામાં આવે છે, કારણ કે માત્ર ૨ દિવસ પહેલા જ ભારત અને ચીને ચાલી રહેલા સીમા સંઘર્ષને સમા કરવાની પુષ્ટ્રિ કરી છે. આનાથી સમગ્ર વિશ્વને એક સંદેશ પણ ગયો છે કે બંને પાડોશીઓ તેમના હિતોને લઈને ખૂબ જ ગંભીર છે.
ભારત અને ચીન એશિયાના બે સૌથી શકિતશાળી દેશ છે. સૌથી સારી વાત એ છે કે બંને દેશોએ હાલમાં જ જે રીતે એકબીજા સાથે ૪ વર્ષ લાંબા સરહદ વિવાદનો અતં લાવ્યો છે, તે ખરેખર ભવિષ્યમાં સારા સંબંધોનો પાયો નાખવામાં મદદ કરશે. આવા પ્રસંગે બંને દેશોના ટોચના નેતાઓની એક છત નીચે હાજરી તેને વધુ ખાસ બનાવે છે. તે જ સમયે, કેનેડાના મુદ્દાઓને લઈને બંને દેશો એકસાથે ઉભા જોવા મળી શકે છે, કારણ કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ચીન અને ભારત પર અલગ–અલગ આરોપો લગાવ્યા છે. બીજી તરફ દેશમાં યોજાનારી ચૂંટણીમાં ચીન દ્રારા મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને બીજી તરફ નિર હત્યાકાંડને લઈને ભારત પર નિશાન સાધવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં બંને દેશો કેનેડાને પણ પાઠ ભણાવવાના પ્રયાસ પર વિચાર કરી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application