મોદીએ પદ સંભાળીને પ્રથમ નિર્ણય ખેડૂતો માટે લીધો

  • June 10, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા. વડા પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ ૧૬ કલાક પછી તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે.

આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે.  મોદીએ  કિસાન નિધિ સન્માન યોજનાના ૧૭મા હાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત લગભગ ૨૦ હજાર કરોડ પિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના ૯.૩ કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. તેથી, તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ.

મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે. પ્રથમ મોટા નિર્ણયમાં, મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, અન્ય એક મોટા નિર્ણય હેઠળ, આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ ૫૦ ટકાનો વધારો કરવામાં આવી શકે છે. નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્ર્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા છે. મોદી સરકાર ૩.૦માં કુલ મંત્રીઓની સંખ્યા ૭૨ છે, જેમાંથી ૩૦ મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય ૫ મંત્રીઓને સ્વતત્રં હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ ૩૬ સાંસદોને રાયકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ ૩.૦માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર ૨.૦માં પણ મંત્રી હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application