લોકસભામાં મોદી બોલ્યા । અધિર રંજનજી હવે વધુ પડતું થઈ રહ્યું છે : કૃષિ આંદોલન પવિત્ર પરંતુ આંદોલનજીવીઓ તેને અપવિત્ર કરે છે

  • February 11, 2021 05:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચા દરમ્યાન ઉઠાવેલા મુદ્દાનો જવાબ આપી રહ્યા હતા. અગાઉ પીએમ મોદીએ રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન પક્ષીઓને બરાબરને ટાર્ગેટ કર્યા હતા. જ્યારે હવે મોદી લોકસભામાં પણ ખેડૂત આંદોલન અને વિપક્ષો વિશે નિવેદન કરવાનું ચૂક્યા ન હતા.  

 

સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ ગ્રુહમાં 15 કલાકથી પણ વધારે ચર્ચા થઈ છે. રાત્રે 12  વાગ્યા સુધી પણ ચર્ચાઓ થઈ છે. હું તે માટે તમામનો આભાર વ્યક્ત કરું છું.  મહિલા સાંસદોનો વિશેષરૂપે આભાર માનું છું.

 

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે, ભારતની આઝાદીને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આઝાદીનાં 75 વર્ષ દરેક ભારતીય માટે ગર્વ સમાન છે. સમાજ વ્યવસ્થામાં આપણે ક્યાં પણ હોઈએ, દેશના કોઇપણ ક્ષેત્રમાંથી કે કોઈ પણ જગ્યાએ હોઈએ જ્યારે આપણે બધાએ મળીને આઝાદીના આ પર્વ માંથી એક પ્રેરણા લઈને વર્ષ 2049 જ્યારે આઝાદીના સો વર્ષ પુરા કરશે. ત્યારે આપણો દેશ ક્યાં હશે તેનો સંકલ્પ લેવા માટે આ પરિસર છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ પણ વાત કરતાં કહ્યું હતું કે અંગ્રેજ કહેતા કે ભારત અનેક દેશોનો દ્વિપ છે અને તેને એક કોઈ કરી શકે એમ નથી, પરંતુ આજે 75 વર્ષની યાત્રામાં આપણે વિશ્વમાં એક આશાનું કિરણ બનીને ઉભા રહ્યા છીએ. કોરોના કાળ દરમિયાન પણ ભારતે પોતાને બરાબર સંભાળીને પણ પાડોશીની મદદ કરવાનું ચુક્યું નથી. પાડોશી દેશની કોરોના કામમાં મદદ ભારત માટે એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. નવા સંબંધો આ સમયમાં આકાર લઇ રહ્યા છે. ક્યારેક ભારત દુનિયાના નકશામાં કોઈ ખૂણામાં નથી રહ્યું પરંતુ મજબૂત પ્લેયરની જેમ ઉભરીને સામે આવ્યું છે ભારતને સતત થવું જ પડશે અને તેનો એકમાત્ર રસ્તો છે આત્મનિર્ભર ભારત.

 

ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે સુધારો અત્યંત મહત્વપૂર્ણ બાબત છે ઘણા વર્ષોથી આમ ક્ષેત્રમાં બદલાવની જરૂર હતી જેના માટે અમે પ્રયાસ કર્યો છે પરંતુ જે કોંગ્રેસ સાથીઓએ તે કૃષિ કાયદા ઉપર ચર્ચા કરી અને તેમાં કાયદાનો કલર કાળો કે ધોળો જોવા કરતા તેના કન્ટેન્ટ વિશે વાત કરી હોત તો દેશના ખેડૂતો સુધી વધું સાચી વાત પહોંચી શકી હોત.

 

વડાપ્રધાન મોદીએ આંદોલન કરનાર ખેડૂતો વિશે સંસદમાં કહ્યું હતું કે ખેડૂત ભાઈઓ નો આદર સંસદ અને સરકાર બંને કરે છે અને હંમેશા આદર કરશે. આથી જ સરકારના વરિષ્ઠ મંત્રી ખેડૂત આંદોલન પંજાબમાં હતું ત્યારે પણ અને ત્યાર પછી પણ સતત એમની સાથે વાતચીત કરી રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે કાયદામાં કોઇ બદલાવ કરવાનો હશે તો ભવિષ્યમાં કરીશું કાયદાના દરેક પહેલુ પર ચર્ચા કરવામાં આવી છે પરંતુ કાયદાના વિરોધના નામે જે હિંસા અને હલ્લાબોલ કરવામાં આવ્યું છે તે એક નિશ્ચિત કરાયેલું ષડયંત્ર છે. જ્યારે વડાપ્રધાન મોદી આવો ભાષણ કરી રહ્યા હતા ત્યારે પણ કોંગ્રેસના નેતા અધીર રંજન કૃષિ કાયદો, કાળો કાયદો પરત ખેંચો એ બૂમાબૂમ કરી રહ્યા હતા. ત્યારે પીએમ મોદીએ અધિર રંજનને કહી દિધુ હતું કે અધીર રંજનજી હવે વધુ પડતું થઈ રહ્યું  છે બસ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS