મોદી સરકારનો મોટો નિર્ણય, હવે પોર્ટ બ્લેર 'શ્રી વિજયપુરમ' તરીકે ઓળખાશે, ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી

  • September 13, 2024 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજયપુરમ' કરી દીધું છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે.


પોસ્ટમાં, તેમણે કહ્યું કે શ્રી વિજય પુરમ નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે. આ ટાપુ આપણા દેશની સ્વતંત્રતા અને ઈતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. ચોલા સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે.


ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા પ્રથમ ત્રિરંગો લહેરાવવામાંથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ભારત માતાની આઝાદીની લડાઈ સુધીનું સ્થળ પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application