પોરબંદરની મોઢા કોલેજનું બી. એસ. સી. સેમેસ્ટર-૨ નું શ્રેષ્ઠ પરિણામ જાહેર થયુ છે.
પોરબંદરની શ્રેષ્ઠ સંસ્થા શ્રી વી. જે. મોઢા કોલેજના સાયન્સ ડિપાર્ટમેંટના બી. એસ. સી. સેમેસ્ટર-૨ નું ઉત્તમ પરિણામ આવતા વિદ્યાર્થીઓને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. અનુભવી સ્ટાફ દ્વારા દરેક વિષયની સરળતાથી સમજાવટ, કોલેજની આધુનિક સાધનોથી સજ્જ લેબોરેટરીમાં કરાવવામાં આવતાં પ્રેક્ટિકલ્સ, વિજ્ઞાનના વિવિધ મુદાઓની પ્રોજેક્ટર દ્વારા વિગતવાર સમજાવટ, નિયમિત પુનરાવર્તન વગેરે દ્વારા વિદ્યાર્થીઓએ સફળતાના ઉચ્ચ શિખરો સર કર્યા છે. વિદ્યાર્થીઓના આ ઉતમ પરિણામમાં તેમને સતત અભ્યાસ કરાવતા અને માર્ગદર્શન આપતા સાયન્સ ડિપાર્ટમેંટના અધ્યાપકો શિવાની કોટેચા, રિધ્ધિ ચૌહાણ, વિશાલ ભાવનાણી, સ્નેહા પાનખાણિયાનો પણ ખુબ જ સહયોગ અને મહેનત રહેલી.
બી. એસ. સી. સેમેસ્ટર-૨ ની એપ્રિલ-ર૦૨૪ ની પરીક્ષામાં ઓડેદરા ગીતા રાજાભાઈ ૮૬.૫૫% સાથે કોલેજમાં પ્રથમ ક્રમાંકે, ઘનીવાલા આયશા અનવરભાઈ ૮૪.૫૫% સાથે કોલેજમાં બીજા ક્રમાંકે, ઓડેદરા ધારાબેન હાથિયાભાઈ ૭૭.૮૨% સાથે કોલેજમાં ત્રીજા ક્રમાંકે, ઓડેદરા ક્રિષ્નાબેન હાથિયાભાઈ ૭૩.૬૪%સાથે કોલેજમાં ચોથા ક્રમાંકે ઉતીર્ણ થયા છે.
ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓએ ૭૦% થી વધારે ટકાવારી મેળવેલ છે.સંસ્થાના પ્રમુખ વલ્લભભાઇ મોઢા, ટ્રસ્ટી ડો. રમેશભાઈ મોઢા, નરેન્દ્રસિંહ ગોહિલ, અશોકભાઈ મોઢા, જયસુખભાઇ થાનકી, રવિભાઈ થાનકી, સિધ્ધાર્થભાઈ મોઢા, મયુરરાજસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, ડાયરેક્ટર વિશાલભાઈ પંડ્યા, એકેડમિક હેડ ડો. ઝલકભાઈ ઠકરાર તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે. સાથે સાથે ભવિષ્યમાં આ જ રીતે સિદ્ધિઓના શિખર સર કરતાં રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech