BREAKING NEWS

જામનગરમાં ઠંડીમાં સાધારણ ઘટાડો: તાપમાન ૧૩.૫ ડીગ્રી

  • December 13, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં ઠંડો પવન ફુંકાવાનું શરૂ થઇ ચૂકયું છે, ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવતાં ઠંડો પવન ફુંકાયો હતો જેને કારણે વાતાવરણમાં ટાઢોડુ જોવા મળ્યું હતું અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે તેવી આગાહી કરી છે. ત્યારે ગઇકાલથી ગરમ કપડામાં વિંટળાયા છે, ગામડાઓમાં પણ ઠંડીનો બોકાસો બોલી ગયો હતો અને ઠંડો પવન હોવાના કારણે બજારો વહેલી બંધ થઇ ગઇ હતી, ગામડાઓમાં પણ ગઇકાલે સાંજે અને આજે સવારે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૯.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૫ થી ૧૦ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.


ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો ઠંડી પડે તો જી‚, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે, જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વઘ્યું છે. ગઇકાલે આછેરી ઝાકળ પણ જોવા મળી હતી, ખેડુતો હવે ખેતીના કામમાં લાગી ગયા છે.


જમ્મુ-કાશ્મીરમાં પણ તાપમાન ૦ થી નીચે ચાલ્યું ગયું છે તેવી રીતે આબુમાં પણ માઇનસ ડીગ્રી તાપમાન ચાલે છે ત્યારે દિવસો ગુજરાત માટે મહત્વના બની રહેશે. લાંબા સમયથી મિશ્ર ઋતુ ચાલી રહી હોય વાયરસ ચેપ વઘ્યો છે, જેને કારણે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કેસોનું પ્રમાણ વઘ્યું છે. ખાસ કરીને કમળાના રોગમાં વધારો થયો છે, શરદી, ઉધરસના કેસો તો અસંખ્ય જોવા મળ્યા છે, ગામડાઓમાં પણ પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application