કાલાવડમાં ખેડૂતના ખિસ્સામાંથી મોબાઇલની તફડંચી

  • July 03, 2021 10:56 AM 

અજાણ્યા શખ્સે સિફતપૂર્વક ફોન સેરવી લીધો

કાલાવડની મેન બજારમાં ડેરી પાસે એક ખેડૂતના ખિસ્સામાંથી રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઈલ ખિસ્સામાંથી કોઈ અજાણ્યો સખસ સેરવીને લઇ ગયાની ફરિયાદ દાખલ થઇ છે.

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં ટાવર પાસે રહેતા બાબુલાલ ગાડુભાઇ સાંગાણીએ કાલે કાલાવડ ટાઉન પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ કરી છે.

બાબુભાઈ ગત તારીખ 28ના રોજ કાલાવડ મેઈન બજાર ડેરી પાસે હતા ત્યારે તેમણે પોતાના શર્ટના ઉપરના ખિસ્સામાં રાખેલ રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન તેમની જાણ બહાર કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો હતો. ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS