લાલપુરમાં મકાનમાંથી મોબાઈલની ઉઠાંતરી

  • August 21, 2021 11:11 AM 

લાલપુરના ધરાનગરમાં આવેલા મકાનની બારીમાંથી કોઈ અજાણ્યો શખ્સ દસ હજારની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી ગયાની ફરિયાદ દાખલ થઇ છે.

લાલપુરના ધરાનગર હોટલવાળી ગલીમાં રહેતા મંજુલાબેન મહેબુબ ઉર્ફે ભૂરો નોતિયાર ઉંમર વર્ષ 30 દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે મોબાઇલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

વિગત અનુસાર ગત તારીખ ૧૩ થી ૧૪ ના સમયગાળા દરમિયાન ફરિયાદીના રહેણાંક મકાનની દીવાલ કૂદીને ફળિયામાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ઓસરીની બારીમાં રાખેલ રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરીને નાસી છૂટયો હતો. જે ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS