ખંભાળિયાની પરિણીત યુવતી લાપતા: પોલીસ દ્વારા શોધખોળ

  • July 03, 2021 09:54 AM 

ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલા હાપીવાડી ખાતે રહેતા રમેશભાઈ નાનજીભાઈ કણજારીયાના ધર્મપત્નિ શોભનાબેન ગત તારીખ 1 જૂનના રોજ સાંજના સમયે પોતાના ઘરેથી "હું સ્કિલ ઇન્ડીયા અંતર્ગત બ્યુટીપાર્લરમાં જાઉં છું"- તેમ કહીને પોતાના ઘરે નીકળ્યા બાદ પરત ન ફરતા આ બનાવ અંગે તેણીના પતિ દ્વારા અહીંની પોલીસમાં ગુમ નોંઘ કારાવવામાં આવી છે.

આશરે પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતી અને ઘઉંવર્ણી આ યુવતીએ કાળા કલરનો લેંઘો અને સફેદ કલરની કુર્તિ તથા કાળા કલરની ઓઢણી પહેરેલી હતી. આ મહિલાનો પત્તો મળ્યો ખંભાળિયાના પોલીસ સ્ટેશનના નંબર 6357240735 અથવા તપાસનીસ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. વાઘેલાના મોબાઈલ નંબર 8320291226 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS