ખંભાળિયાની અપરિણીત યુવતી લાપતા: પોલીસ દ્વારા શોધખોળ

  • July 24, 2021 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

   ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા વણકરવાસ - શિરૂતળાવ ખાતે રહેતા નાથાભાઈ હરશીભાઈ મકવાણાની 19 વર્ષીય પુત્રી નિશાબેન ગત તારીખ 21 જુલાઈના રોજ પોતાના પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલ્યા ગયા હોવાની જાણ અહીંની પોલીસને કરવામાં આવી છે.

    ઘઉં વર્ણી અને પાતળા બાંધાની, આશરે 5 ફૂટ 2 ઈંચ ઉંચાઈ ધરાવતી ઉપરોક્ત યુવતીએ પોતાના જમણા હાથની કલાઈ ઉપર "નિશા" ત્રોફાવેલ છે. ઉપરોક્ત યુવતીએ પીળા કલરનો ઝભ્ભો તથા કાળા કલરની ચરણી પંજાબી ડ્રેસ પહેર્યો છે. આ યુવતીનો પત્તો મળ્યે ખંભાળિયા પોલીસ સ્ટેશનના ફોન નંબર 02833-234735 અથવા તપાસનીસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.બી. પંડતના મોબાઈલ નંબર 9925324927 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)