Tel Aviv Airport Attack: તેલ અવીવ એરપોર્ટ પર મિસાઈલ હુમલો, એર ઈન્ડિયા સહિત અન્ય એરલાઈન્સે ફ્લાઈટ્સ કરી રદ

  • May 04, 2025 10:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયલના તેલ અવીવમાં થયેલા મિસાઈલ હુમલા બાદ ભારતની એર ઈન્ડિયા સહિત ઘણી વિદેશી એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે.


ઈઝરાયલના મુખ્ય શહેર તેલ અવીવના એરપોર્ટ પર થયેલા મિસાઈલ હુમલા બાદ રવિવારે (4 મે, 2025) ભારતની એર ઈન્ડિયા સહિત ઘણી એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. યમનના હૂતી વિદ્રોહીઓએ ઈઝરાયલ તરફ છોડેલી એક મિસાઈલ બેન ગુરિયન હવાઈ અડ્ડા નજીક પડી, જેનાથી હવામાં ધુમાડાનો ગોટો ફેલાઈ ગયો અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો.


​​​​​​​ઈઝરાયલી એમ્બ્યુલન્સ સેવાએ કહ્યું કે 8 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે, જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. તેલ અવીવ માટે કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરનારી એરલાઈન્સમાં જર્મનીની લુફ્થાન્સા, બ્રિટિશ એરવેઝ, એર ઈન્ડિયા અને અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સનો સમાવેશ થાય છે.

એર ઈન્ડિયા સહિત ઘણી એરલાઈન્સે 7 મે સુધી ફ્લાઈટ્સ સ્થગિત કરી
લુફ્થાન્સાએ કહ્યું કે 6 મે સુધી તેલ અવીવથી આવવા-જવાની ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત યુરોવિંગ્સ, સ્વિસ, ઓસ્ટ્રિયન અને બ્રસેલ્સ એરલાઈન્સે પણ કહ્યું છે કે તે વર્તમાન સ્થિતિના કારણે સેવાઓ રોકી રહી છે. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર બ્રિટિશ એરવેઝે જણાવ્યું છે કે 7 મે સુધી તેલ અવીવથી આવવા-જવાની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી રહી છે. અમે સતત ઓપરેશનલ પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને અમે 7 મે સુધી BA-405 સહિત તેલ અવીવથી આવવા-જવાની અમારી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application