મિસ IRS અધિકારી બન્યા મિસ્ટર: કેન્દ્રએ આપી નવા નામને મંજૂરી,પ્રથમ વખત બન્યો આવો કિસ્સો

  • July 10, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ભારતીય મહેસૂલ સેવાના વરિષ્ઠ અધિકારી એમ.અનુસુયાએ ભારતની સિવિલ સેવાઓનો ઈતિહાસ બદલી નાખ્યો. તેનું લિંગ બદલાયા બાદ તે હવે એમ અનુકથિર સૂર્ય બની ગઈ છે. ભારત સરકારે અધિકારીનું નામ અને લિંગ સત્તાવાર રીતે બદલવાની અપીલને મંજૂરી આપી છે. ભારતીય સિવિલ સર્વિસના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ અધિકારીને આવી મંજૂરી અને પરવાનગી મળી હોય.


35 વર્ષની એમ. અનુસૂયા હૈદરાબાદમાં ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સ એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)ની ઓફિસમાં જોઈન્ટ કમિશનર તરીકે પોસ્ટેડ છે.


વાસ્તવમાં, 2013 બેચના IRS અધિકારી એમ અનુસુયાએ નાણા મંત્રાલયને એક અરજી કરી હતી, જેમાં તેણે પોતાનું નામ અને લિંગ બદલવા માટે સરકાર પાસેથી મંજૂરી માંગી હતી. આ અરજીમાં તેમણે મિસ એમ અનુસુયાનું નામ બદલીને મિસ્ટર એમ અનુકિતર સૂર્ય કરવા અને લિંગને સ્ત્રીમાંથી પુરૂષમાં બદલવાની માગણી કરી હતી.


સૂર્યાની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તેણે 2013માં ચેન્નાઈમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, 2018 માં તેમણે ડેપ્યુટી કમિશનરનું પદ સંભાળ્યું. ગયા વર્ષે તેણે હૈદરાબાદમાં જોઈન્ટ કમિશનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.


શિક્ષણની વાત કરીએ તો, સૂર્યાએ ચેન્નાઈના મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે જ સમયે, તેણે સાયબર લો અને સાયબર ફોરેન્સિક્સમાં પીજી ડિપ્લોમા કર્યું.


IRSના વરિષ્ઠ અધિકારીઓએ તેને પ્રગતિશીલ પગલું ગણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકારનો આ નિર્ણય સરકારી નોકરીઓમાં લિંગ સમાનતામાં સકારાત્મક પરિવર્તન દર્શાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application