મિર્ઝાપૂર 3નો બોનસ એપિસોડ રીલીઝ, મુન્ના ભૈયાનો જલવો છવાશે

  • August 31, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિર્ઝાપુરની ત્રીજી સીઝનમાં લોકોએ મુન્ના ભૈયાના પાત્રને ઘણો મિસ કર્યો હતો. એવામાં હવે એક બોનસ એપિસોડ રિલીઝ કરવામાં આવ્યો છે અને આ ખાસ એપિસોડ મુન્ના ભૈયાના ચાહકો માટે જ ખાસ છે.જેમાં મુન્ના ભૈયાનો જલવો નીખારતો જોઈ શકાશે
મિર્ઝાપુર વેબ સિરીઝ દર્શકોની સૌથી ફેવરિટ રહી છે અને હાલમાં જ તેની ત્રીજી સીઝન રિલીઝ થઈ હતી. જો કે, આ સિઝનમાં દર્શકોએ મુન્ના ભૈયાના પાત્રને ઘણો મિસ કર્યો હતો. એવામાં હવે એક બોનસ એપિસોડ રિલીઝ કરવામાં આવી રહ્યો છે.
આ બોનસ એપિસોડમાં મુન્નાભાઈ મિર્ઝાપુર 3માં જોરદાર કમબેક કરવા જઈ રહ્યા છે. આ જોઈને દર્શકોએ જબરદસ્ત રિએક્શન આપ્યું છે. પ્રાઇમ વિડિયોએ હાલમાં જ એક પ્રોમો વિડિયો રિલીઝ કર્યો છે જેમાં મુન્ના ભૈયા જોવા મળી રહ્યા છે. આ ખાસ એપિસોડ મુન્ના ભૈયાના ચાહકો માટે છે અને આ બોનસ એપિસોડ રીલીઝ થઈ ગયો છે.
મિર્ઝાપુર 3માં પંકજ ત્રિપાઠી, શ્વેતા ત્રિપાઠી, અલી ફઝલ, વિજય વર્મા અને રસિકા દુગ્ગલ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. દરેક પાત્રને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application