શાપર વેરાવળમાં રહેતી સગીરાનું ગત તા. ૧ ના રોજ અપહરણ થયા અંગે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી દરમિયાન સાપર વેરાવળ પોલીસે આમ અમને તપાસ હાથ ધરી તરુણી અને તેને બગાડી જનાર સગીરને બિહારના પટના માંથી શોધી કાઢ્યા હતા બાદમાં બાળ અદાલતમાંથી બંનેનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગત તારીખ 1/3 ના રોજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રીને કોઈ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયું છે. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.રાણાએ આ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા અપહ્યુત તરૂણી અને તેને ભગાડી જનાર સગીર બિહારના પટનામાં હોવાનું માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમે અહીં પહોંચી તપાસ કરી બંનેને શોધી કાઢ્યા હતા બાદમાં બાળ અદાલત સમક્ષ સગીરને રજુ કર્યા બાદ ત્યાંથી તેનો કબજો મેળવ્યો હતો.
પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આરોપી અને સગીરા બંને પાડોશમાં જ રહેતા હોય દરમિયાન આરોપી સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તે અહીં પટનામાં સગીરાને લાવ્યો હતો અને તેના મામા સાથે કામ પણ કરવા લાગ્યો હતો. સગીરાને શોધી કાઢવાની આ કામગીરીમાં શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરીમાં પીએસઆઇ વી.જી.જેઠવા, આર.ડી.સોલંકી, એએસઆઈ વીરભદ્રસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ રાણા, મહેન્દ્રભાઈ ધાધલ, તુષારસિંહ જાડેજા, જયદીપસિંહ વાઘેલા, ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech