જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના સેવા કાર્યોમાં સહભાગી થતા રાજ્યમંત્રી

  • June 08, 2021 09:58 AM 

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે અનાજની કીટ, સિલાઈ મશીન અને શિષ્યવૃત્તિ અર્પણ કરાયા

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજની બહેનોને આત્મનિર્ભર કરવાના નિધર્રિ સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળની મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લઇ સીવણની તાલીમ આપવામાં આવે છે સાથે જ સમાજના બાળકોને શિષ્યવૃત્તિ અને આ મહામારીના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ આપવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સેવાકાર્યોમાં સહભાગી બની સ્વહસ્તે સમાજની તાલીમ પૂર્ણ કરેલ 5 બહેનોને સિલાઈ મશીન, 50 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને સમાજના લોકોને 235 અનાજની કીટ અર્પણ કયર્િ હતા.આ અગાઉ સમાજની કુલ 104 મહિલાઓને સિલાઇ મશીનનો યોજના અંતર્ગત લાભ મળ્યો છે.

આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમાજમાં ચેતના આવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય તે ખૂબ આવશ્યક છે. અનેક યોજનાઓ સરકાર દ્વારા લોકઉત્કર્ષ માટે અમલી કરવામાં આવેલ છે પરંતુ અનેક લોકોને તેના વિશે જાણકારી જ નથી ત્યારે લોકો સરકારની યોજનાઓ વિષે જાણી તેનો લાભ લઈ અને વિકાસ માર્ગે આગળ વધે તેવું  પગલું  રાજપૂત સમાજે લીધું છે,  આ માટે હું સમાજની આવી સેવાભાવી સંસ્થાને બિરદાવું છું.

આ પ્રસંગે જામનગર જિલ્લા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજા,  સેક્રેટરી પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા, ઉપપ્રમુખ પી.આર.જાડેજા, કોર્પોરેટરો અલકાબા જાડેજા, હષર્બિા જાડેજા, જયરાજસિંહ જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, હિતુભા ચુડાસમા,ઘનશ્યામસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ રમણિકભાઇ તથા સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે વિશ્વ પયર્વિરણ દિવસ નિમિત્તે પયર્વિરણની સમતુલા માટે જામનગરમાં અનેક સ્થળોએ પયર્વિરણલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં વૃક્ષારોપણ સાથે જ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પયર્વિરણ સંરક્ષણ માટે પ્રદુષણમુક્ત જામનગર બનાવવા જામનગરમાં લોકોમાં જાગૃતિ આવે અને તંદુરસ્તી માટે તેમજ પ્રદૂષણ નિવારણ માટે લોકો સાઇકલનો ઉપયોગ કરે તે ઉદ્દેશ સાથે પંચેશ્વર ટાવર પાસે નવનિર્મિત રાઇડઇન્ડિયા સાયકલ સ્ટોર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા  વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)