દ્વારકામાં રાજ્યમંત્રી જાડેજાએ શારદાપીઠ ખાતે બ્ર. નારાયણનંદજી સ્‍વામીના આશીર્વાદ મેળવ્‍યા

  • May 18, 2021 11:41 AM 

આદ્ય શંકરાચાર્ય જન્‍મ જયંતિ વિશેષ

જગતની ઉત્‍પતિના સમયેથી જ દેવી અને આસુરી શક્તિઓનો સંઘર્ષ ચાલતો રહયો છે. એ સમુદ્ર મંથનનો સમય હોય કે વારાહ અવતારનો સમય હોય સમગ્ર પૃથ્‍વીતલ પર જ નહી સંપુર્ણ બ્રહ્માંડમાં બન્નેના યુધ્‍ધ થતા રહયા છે. 

ભુમંડળમાં કાળ વિભાજનની વ્‍યવસ્‍થા ચાર યુગમાં વિભાજીત કરવામાં આવી છે. જેનાથી ઉતરોતર ધર્મની ગ્‍લાની અને અધર્મનો અભ્‍ચુત્‍થાન થતું રહ્યું છે. ધર્મ ઉત્‍થાન, પતનનો ક્રમ એ પ્રકારે ચાલે છે જેમ સવારે ભગવાન સુર્ય ઉદય થઇને પુર્ણ કલાઓથી અસ્‍ત થઇ જાય છે. 

ત્રેતાયુગથી દ્વાપર, કલિ સુધી શ્રી રામના રામ રાજય અથવા યુધિષ્‍ઠીરના ધર્મરાજયની સ્‍થાપના કાળ રહયો છે. ઇતિહાસ સાક્ષી છે. 

કલિયુગ પ્રારંભના લગભગ 2500 વર્ષ વ્‍યતિત થઇ ગયા બાદ વૈદિક ધર્મની સ્‍થાપના માટે આદ્યશ્રી શંકરાચાર્ય આ ભારતની ભૂમિમાં અવતરિત થયા. દક્ષિણ ભારતના કેરલ પ્રદેશમાં અવતાર લઇ તેમને ચતુષ્‍પીઠની સ્‍થાપના કરી અદ્વૈત મત, વેદાંત સિદ્ધાંતની સ્‍થાપના કરી પ્રાણી માત્રમાં પરમાત્‍માનો ઉપદેશ કર્યો. વેદોના પ્રથમ ભાગની રક્ષા માટે તેમને પંચદેવોપસનાનો ઉપદેશ કર્યો. 

પોતાની 32 વર્ષની અલ્‍પ આયુમાં તેઓએ સંપૂર્ણ ભારતની પદયાત્રા કરીને શાસ્‍ત્રીય પરંપરાના વર્ણાશ્રમ ધર્મની મર્યાદામાં રહેવાનો ઉપદેશ કર્યો. સંસ્‍કૃત ભાષા અને સંસ્‍કૃતિના ઉતકર્ષનો તે સુવર્ણકાળ હતો. જયારે જયારે ધાર્મિક સંગઠન શિથીલ થાય છે, શાસક નાસ્‍તીક બને છે ત્‍યારે ધર્મ ગ્‍લાની થાય છે. તેને દુર કરવા ઇશ્વર નિમિત બની ને અંશઅવતાર ધારણ કરી સંકટ મોચન બને છે. આ અવતાર ક્રમમાં આજ આપણે આદ્યશંકરાચાર્યનું સ્‍મરણ કરીએ છીએ. જેમણે સનાતન હિન્‍દુ ધર્મને જીવનપ્રદાન કર્યું.

આદ્યશંકરાચાર્યની 2528મી જન્‍મ જયંતી નિમિતે ગઈકાલે સોમવારે રાજયના અન્‍ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ શારદાપીઠ ખાતે શંકરાચાર્યની પ્રતિમાને ફુલહાર ચડાવી બ્ર. નારાયણનંદજી સ્‍વામીના આશીર્વાદ મેળવ્‍યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)