રાજયમંત્રી હકુભા જાડેજા શુક્રવારે શહેરીજનોને મળશે

  • June 24, 2021 10:43 AM 

ગુજરાત રાજયના અન્ન અને નાગરિક પુરવઠા, કુટીર ઉદ્યોગ તથા ગ્રાહક સુરક્ષા વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજા (હકુભા) તા.25-6-2021ને શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, લાલબંગલ ખાતે લોકોને મળશે અને જે વ્યકિત ચાહે તે એમની મુલાકાત લઇ શકે છે, સતત લોકો સાથે જોડાયેલા રહેતા ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજા (હકુભા) લોકોના પ્રશ્ર્નોને સાંભળશે.

જામનગરમાં સર્કિટ હાઉસ, લાલબંગલા ખાતે તા.25-6-2021 શુક્રવારના રોજ સવારના 10થી બપોરના 1 કલાક દરમ્યાન રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મળશે, આ દરમ્‌યાન તમામે સોશ્‌યલ ડીસ્ટન્સ સાથે માસ્ક પહેરીને આવવા અનુરોધ કરવામાં આવે છે, આ અંગેની નોંધ લેવા માટે રાજયમંત્રીના કાયર્લિયની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS