રાજયમંત્રી હકુભા જાડેજા તા. 18 જુનના સવારે લોકોને મળશે

  • June 17, 2021 10:29 AM 

ગુજરાત રાજયના અન્ન અને નાગરીક પુરવઠા, કુટીર ઉધોગ તથા ગ્રાહક સુરક્ષ્ાા વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) એમ. જાડેજા તા. 18/06/ર0ર1 ને શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, લાલ બંગલા ખાતે લોકોને મળશે અને જે વ્યક્તિ ચાહે તે એમની મુલાકાત લઈ શકે છે, સતત લોકો સાથે જોડાયેલા રહેતા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા લોકોના પ્રશ્ર્નોને સાંભળશે.

જામનગરમાં સર્કિટ હાઉસ, લાલ બંગલા ખાતે તા.18/06/ર0ર1 શુક્રવારના રોજ સવારના 10 થી બપોરના 1 કલાક દરમ્યાન રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા લોકોને મળશે, આ દરમ્યાન તમામે સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને આવવા અનુરોધ કરવામાં આવે છે, આ અંગેની નોંધ લેવા માટે રાજયમંત્રીના કાયર્લિયની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS