અંબાજી ખાતે અષાઢી નવરાત્રીમાં માં અંબાની આરાધના-ભકિતમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા સહ-પરિવાર જોડાયા

  • July 20, 2021 10:58 AM 

કોરોનાની મહામારીમાંથી ગુજરાત મુકત બને તેવી માતાજીને પ્રાર્થના કરી: મેઘરાજાની કૃપા દ્રષ્ટી ગુજરાતમાં વરસે તેવી પ્રાર્થના પણ કરી

જામનગરના ધારાસભ્ય અને ગજરાત રાજયના અન્ન અને નાગરીક પરવઠા, કુટીર ઉધોગ તથા ગ્રાહક સરક્ષ વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દર વર્ષની માફક આ વખતે પણ અષાઢી નવરાત્રી અનુષ્ઠાનમાં અંબાજી ખાતે માં અંબાના સાનિઘ્યમાં અનુષ્ઠાનમાં જોડાયા હતા. તેઓએ તેમના પરિવાર સાથે માં અંબાની બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પુજા-અર્ચના કરી હતી, સાથો-સાથ અષાઢી ગુપ્ત નવરાત્રીમાં તેમાં હવન સાથે અનુષ્ઠાન પણ કરેલ હતું, તેમજ સાતમના દિવસે અંબાજી માતાજીને ઘ્વજારોહણ કરેલ હતું.

આ નવરાત્રી અનુષ્ઠાનમાં ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા અને તેમનો પરિવાર જોડાયો હતો અને માતાજીના ચરણોમાં એવી પ્રાર્થના કરી હતી કે, ગુજરાત કોરોનાથી મુકત બને અને મેઘરાજાની કૃપા દ્રષ્ટી સમગ્ર ગુજરાત ઉપર રહે તેવી પ્રાર્થના કરી હતી, અંબાજીના મંદિર ખાતે તેઓ માતાજીના ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂજા-વિધીમાં પણ જોડાયા હતા, તેઓએ આ પૂજામાં જોડાવા બદલ ધન્યતા અનુભવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS