જામનગરની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ ત્રણ દિવસના સ્વૈચ્છિક સ્વયંભુ બંધના એલાનને સહકાર આપવા લોકોને અપીલ કરતા રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિહ (હકુભા) જાડેજા

  • April 15, 2021 09:18 PM 

જામનગર શહેર અને જેલ્લામાં કોરોના સંક્રમણના લીધે કોરોના દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન, જામનગર સિડઝ ગ્રેઇન મરચન્ટ એસોસિયેશન, જામનગર વેપારી મહામંડળ, જામનગર ગુડ્ઝ ટાન્સપોર્ટ અને કમિશન એજન્ટ એસોસિએશન અને જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ સહિત જે જુદી જુદી સંસ્થાઓ દ્વારા કોરોનાની ચેઇન તોડવવા તા. 16/17/18 એપ્રિલ-2021 ના ત્રણ દિવસના સ્વૈચ્છિક સ્વયંભુ બંધના એલાન અને અપીલને રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિહ (હકુભા) જાડેજા આવકારતા તમામ એસોસિએશનના હોદેદારો તેમજ સભ્યોને અભિનંદન આપ્યા છે.

રાજયમંત્રી ધર્મેન્દ્રસિહ (હકુભા) જાડેજાએ કોરોના મહામારીને કાબુમાં લેવા માટે સંસ્થાઓ દ્વારા અપાયેલ સ્વંયભુ બંધમાં તમામ શહેરીજનોએ જોડાઈને સહકાર આપવા હદયપૂર્વકની અપીલ કરી છે, બંધમાં જોડાઈ લોકોએ ઘરમાં રહેવા વિનંતી કરી છે. આ સાથે કોરોનાની સૂચના મુજબ મોઢા ઉપર માસ્ક પહેરી તેમજ સોશ્યલ ડિન્સન્ટ જાળવવા, કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અને ૪૫ વર્ષથી વધુ ભાઈઓ- બહેનોને વેક્સીનના ડોઝ લેવા વિનંતી કરી છે. જામનગરના શહેરીજનો કોરોનાને હરાવવવા માટે સજ્જડ સ્વયંભૂ બંધ રાખશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરેલ છે.

કોરોનાને નાથવા માટે જામનગરવાસીઓ સહકાર આપે તેવી હદયપૂર્વક વિનંતી કરેલ છે, ત્યારે આપણે કોરોના નવા કેસો ન વધે તે માટે જામનગર શહેર સ્વયંભૂ ત્રણ દિવસના બંધ પાડી અનેરું ઉદાહરણ બનશે તેવો મને જામનગરના શહેરીજનો ઉપર આત્મવિશ્વાસ છે, તો ચાલો..., શુક્રવાર, શનિવાર, રવિવારના બંધમાં સહકાર આપી જોડાઈએ.

આ બંધ દરમિયાન લોકો બિનજરૂરી અવરજવર ટાળે અને ઘરમાં જ રહે તે જરૂરી છે. મારો સૌ નાગરિકોને અનુરોધ કરેલ છે કે, આ ત્રણ દિવસ બંધ પાળે અને ઘરમાં રહે, તે જ આ દૈત્યને નાથવાનો ઈલાજ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS