જામનગરમાં ખાણખનીજ વિભાગ દ્વારા વધુ એક વખત દરોડા પાડી ગેરકાયદે ચાલતી પ્રવૃતીઓ પર રોક લગાવવામાં આવી છે જામનગર બાયપાસ પાસેથી ગેરકાયદેસર રેતીનું વહન કરી રોયલ્ટી ચોરી કરતા ૩ ડમ્પર પકડવામાં આવ્યા છે. ખાણખનીજ વિભાગની ટુકડીના નિખીલભાઇ, રમેશભાઇ, આનંદભાઇ, ભાવેશભાઇ, નૈતીકભાઇ, રજનીકાન્તભાઇ સહિત દ્વારા બાયપાસ પાસેથી પસાર થતા ડમ્પર નં. જીજે૧૦ટીવાય-૪૦૩૦, જીજે૧૦વાય-૪૩૯૬ તથા જીજે૧૦એટી-૭૦૨૬ને પકડવામાં આવ્યા છે. આ ડમ્પરમાં રોયલ્ટી પાસ વગર રેતીનું પરિવહન કરવામાં આવતુ હતું. જેની જાણ થતા ત્રણેય ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા છે તેમજ વાહન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના કેશિયા ખાતેથી બ્લેક્ટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખાણકામનું એક્સાકેવેટર મશીન મોડલ નં.એસવાય-૨૧૦સી૯ સીઝ કરી શિવ રોક કર્સર ખાતે રાખવામાં આવેલ છે. વધુ માં એરફોર્સ ગેટ પરથી સાદી રેતી ખનીજ ના રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરતા એક ડમ્પર નં. જીજે૧૦ટીએકસ-૭૧૭૪ પકડી પાડી પાડેલ છે. મુદામાલ આશરે ૫૦ લાખ જેટલો થાય છે. આ અંગેની કામગીરીમાં તપાસ ટીમ, ભાવેશભાઈ, નૈતિક ભાઇ, રજનીકાંતભાઈ, નિખિલભાઈ, રમેશભાઈ, આનંદભાઈ જોડાયા હતા.