ગિરનાર પર્વત પર ગઈકાલે લઘુતમ તાપમાન 6.2 ડિગ્રી અને નલિયામાં 8.8 ડીગ્રી નોંધાયા પછી તેમાં આજે વધારો થયો છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે લઘુતમ તાપમાનમાં સામાન્યથી એકાદ ડિગ્રી જેટલો વધારો થયો છે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85% સુધી પહોંચી જવાના કારણે મોડી સાંજથી સવાર સુધી ઠંડીની તીવ્રતા પ્રમાણમાં વધુ રહે છે. આજે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન સાત ડિગ્રી અને નલિયામાં 9.8 ડિગ્રી નોંધાયું હતું.
જૂનાગઢમાં 12 અને ભવનાથ તળેટીમાં 10 ડિગ્રી આજે લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
રાજકોટમાં પણ એકાદ ડિગ્રીના વધારા સાથે આજે લઘુતમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં ગઈકાલે 12.3 અને આજે 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં ગઈકાલે અને આજે લગભગ એક સમાન જેવું તાપમાન નોંધાયું છે. ભુજમાં આજે લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી રહેવા પામ્યો હતું .ભાવનગરમાં ગઈકાલે 15 અને આજે 14.8 કંડલામાં ગઈકાલે 14.5 અને આજે 15.3 ઓખામાં ગઈકાલે 21.5 અને આજે 21.6 વેરાવળમાં ગઈકાલે 16.2 અને આજે 17.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
અમદાવાદમાં એકાદ ડિગ્રીના વધારા સાથે આજે 14 વડોદરામાં અડધો ડિગ્રી ના ઘટાડા સાથે 12.2 ડીસામાં એક ડિગ્રીના વધારાના સાથે 13.3 ગાંધીનગરમાં અડધો ડિગ્રી ના વધારા સાથે આજે 13 ડિગ્રી અને સુરતમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતમાં લઘુતમ તાપમાન નો પારો બે થી ત્રણ ડિગ્રી જેટલો ઉચ્ચકાશે અને આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થશે નહીં.
મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ કર્ણાટક અને તેલંગાણામાં કોલ્ડ વેવ કન્ડિશન જાહેર કરવામાં આવી છે. જમ્મુ કશ્મીર લદાખ હીમાચલ પ્રદેશ તમિલનાડુ કેરલા લક્ષદીપ માં વરસાદ ચાલુ છે.