લાઠી ચાવંડ વચ્ચે મિનિબસનું ટાયર ફાટતાં બસ પલટી ખાઇ ગઇ: ૨૨ને ઇજા, ૧ ગંભીર

  • February 23, 2021 06:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીથી સગાઇ કરી ગઢડા ગામના કોળી પરિવાર પરત જતા લાઠી ચાવંડ વચ્ચે મીની બસનું ટાયર ફાટતા બસ પલ્ટી મારી જતા બસમાં  બેસેલ ૨૨ જેટલા મુસાફરોને ઇજા થતા લાઠી તેમજ અમરેલી  સારવારમાં ખસડેલ હતા,જોકે અક્સમાતમાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ના હતી.

 


પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા ગમે રહેતા એક કોળી પરિવાર અમરેલી ખાતે એક મીની બસમાં ૨૫ જેટલા લોકોને લઇ સગાઇ પ્રસંગ કરવા આવેલ હતા દરમ્યાન સગાઇ પતાવી આ પરિવાર પરત ગઢડા જઈ રહયા હતા ત્યારે લાઠી ચાવંડ વચ્ચે પહોંચતા મીની બસનું અચાનક ટાયર ફાટતા બસના ચાલકે બસ કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી જતા બસમાં બેસેલ ૨૫ જેટલા લોકોને ઇજા થવા પામેલ હતી. જેમાં  ૧-ચંપાબેન પોપટ ભાઈ પરમાર.૨-પ્રકાશભાઈ વિનુભાઈ જમોડ.૩-આશાબેન ઘનુભાઈ પરમાર. ૪-મેહુલભાઈ ધનજીભાઈ પરમાર ૫-સુરતાબેન કનુભાઈ પરમાર. ૬-માનવ પ્રકાશભાઈ જમોડ.૭-રવિના બેન દેવરાજભાઈ જમોડ.૮-ભાવનાબેન લલીતભાઈ જમોડ ૯-મંજુબેન કનુભાઈ.૧૦-અંબાબેન પરસોતમભાઈ. ૧૧-ક્રિષ્નાબેન રાહુલભાઈ પરમાર.૧૨-કાનજીભાઈ લગરાભાઈ રાઠોડ.૧૩-મુક્તાબેન જેઠાભાઇ શેરવાણી.૧૪-વીર રાહુલભાઈ પરમાર.૧૫-ક્રિષ્ના પ્રકાશભાઈ જમોડ.૧૬-માનવ અલ્પેશભાઈ મકવાણા.૧૭-રિંકલ અલ્પેશભાઈ મકવાણા.૧૮-કિસન અરવિંદભાઈ પરમાર.૧૯-બાબુભાઈ બાલુભાઈ ભૂતની.૨૦-રોહિત અરવિંદભાઈ પરમાર.૨૧-રેખાબેન શૈલેષભાઈ પરમાર.૨૨-અસ્મિતા બેન અરવિંદભાઈ પરમાર ને લાઠી સરકારી હોસ્પિટલમાં સામાન્ય ઇજા હોવાથી સારવારમાં ખસડેલ હતા,જયારે,ઇજા પામેલ ઇજા ગ્રસ્તોમાં અમુક મહિલા અને પુરૂષ ને વધુ સારવારમાં માટે અમરેલી સારવારમાં ખસડેલ હતા એક દર્દીને ગંભીર ઇજા હોવાથી રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો  ઇજાગ્રસ્તોને બાબરા લાઠી અને દામનગર ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવારમાં ખસડેયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application