સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં આજથી મિનિ વેકેશન: રજા જાહેર કરવામાં ચાલાકી

  • August 24, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાંધણ છઠના દિવસથી જન્માષ્ટ્રમીના તહેવારો શ થઈ જતા હોય છે અને તેના કારણે આજથી જ સરકારી કચેરીઓમાં ફેસ્ટિવલ મૂડ જોવા મળે છે. સરકારી કચેરીઓમાં આજે ચોથા શનિવારની રજા છે. કાલે રવિવારની રજા છે અને સોમવારે જનમાષ્ટ્રમીની પણ જાહેર રજા છે.
ત્રણ ત્રણ દિવસની આ રજા પાંચ દિવસમાં પરિવર્તિત કરવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ ચાલાકી કરી રજા જાહેર કરી છે. સોમવારે જન્માષ્ટ્રમીના દિવસે રજા રાખવાના બદલે તારીખ ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ મંગળ અને બુધવારની રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીનો કોઈ કર્મચારી જો સોમવારની એક દિવસની રજા મૂકે અથવા તો ગુટલી લીવ ઉપર ઉતરી જાય તો તેને સળગં પાંચ દિવસની રજાનો લાભ મળી શકે તેમ છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ કરેલી જાહેરાત મુજબ તારીખ ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ મંગળ બુધવારે યુનિવર્સિટી કાર્યાલય અને ભવનોમાં રજા રાખવામાં આવી છે. તારીખ ૨૯ થી રાબેતા મુજબની કામગીરી શ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application