જામનગરમાં વધુ ત્રણ દિવસ મીની લૉકડાઉન લંબાવાયું

  • May 18, 2021 11:46 AM 

અગાઉના નિયંત્રણો અને રાત્રિ કર્ફયુ યથાવત્

જામનગર સહિત રાજ્યમાં વધુ ત્રણ દિવસ મીની લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. અગાઉ જાહેર કરાયેલાં બંધ અને ખૂલ્લા અંગેના નિયંત્રણો યથાવત્ રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં સંક્રમણની ચેઈનને તોડવા સંપૂર્ણ નહીં પરંતુ મીની લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શું બંધ રહેશે? અને શું ચાલુ રહેશે? તેમજ રાત્રિ કર્ફયુ સહિતના નિયમો અંગેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જે અનુસાર મીની લૉકડાઉન અમલમાં આવ્યું હતું. શરુઆતમાં 5, મે ત્યારબાદ 12, મે સુધી મીની લૉકડાઉન, રાત્રિ કર્ફયુને વધારાયું હતું. એ પછી વધુ એક વખત તા.18મી મે સુધી મીની લૉકડાઉન અમલમાં રહેશે એવું જાહેર કરાયું હતું.

દરમિયાન ગઈકાલે રાત્રે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી દ્વારા રાજ્યના જુદા-જુદા શહેર-જિલ્લામાં મીની લૉકડાઉન વધુ ત્રણ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી જામનગર સહિત રાજ્યમાં વધુ ત્રણ દિવસ અગાઉની ગાઈડલાઈન અનુસાર મીની લૉકડાઉન-રાત્રિ કર્ફયુ અમલમાં રહેશે જેનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, મીની લૉકડાઉનના નિર્ણય બાદ પૉઝિટીવ કેસમાં ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત વેપારી સંસ્થા અને કેટલાંક ગામડાંઓમાં સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય લેવાયો હતો. રાત્રિ કર્ફયુ ઘણાં સમયથી અમલમાં છે અને સ્થાનિક સ્તરે જિલ્લા કલેકટરનું જાહેરનામું લાદવામાં આવ્યું છે. જે અનુસંધાને જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS