છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર ગુજરાત અને દેશમાં નકલી વસ્તુઓનું ચલણ વધ્યું છે, જેમાં નકલી પોલીસ અધિકારી, PMO કર્મચારી અને ખાદ્ય પદાર્થોના કેસો સામે આવ્યા છે. હવે બાકી રહી ગયું હતું તો કડીમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ છે. જાણીને નવાઈ લાગશે કે, એક ખેતરના ઓરડામાં આ મિની ફેક્ટરી ધમધમતી હતી અને પોલીસને ગંધ ન આવે તેમ બુટલેગરો બેફામ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા. કડી પોલીસે દરોડો પાડી બે શખસની ધરપકડ કરી છે. સાથે જ 100થી વધુ લિટર નકલી દારૂ જપ્ત કર્યો છે.
નકલી વિદેશી દારૂ બનાવવા આટલી વસ્તુ મિક્સ કરતા
પ્રાપ્ત વિગત મુજબ, કડીના અચરાસણ ગામની સીમમાં આવેલી વિશ્વરાજ રબર ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીની સામે એક ખેતર આવેલું છે, જેમાં ઓરડી છે તેની અંદર કેટલાક શખસો કેમિકલ મિક્સ કરીને વિદેશી દારૂ બનાવી રહ્યા છે તેવી કડી પોલીસને માહિતી મળી હતી. આથી પોલીસે રેડ પાડતા વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી મળી આવી હતી. વિદેશી દારૂ બનાવતા ગગન જયંતીભાઈ અને હર્ષદ મગનભાઈ વાઘેલા ઓરડીના ભોંયતળિયે બેસી ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીનથી બુચ બંધ કરી રહ્યા હતા. જેઓને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ બન્ને શખસો કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી નકલી વિદેશી દારૂ બનાવતા હતા.
દારૂની ભરેલી બોટલો, ખાલી બોટલો જપ્ત કરી
પોલીસે રેડ દરમિયાન ઓરડામાંથી નકલી વિદેશી દારૂની ભરેલી બોટલો, ખાલી બોટલો અને આલ્કોહોલ જપ્ત કર્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
450 લિટર આલ્કોહોલ કબ્જે કર્યું
પોલીસે સ્થળ ઉપરથી અલગ-અલગ કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવરનો 100 લિટર નકલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 61,300 અને 450 લિટર કેમિકલ ઝડપી પાડ્યું હતું. આ કેમિકલ બાબતે આરોપીઓને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, અલગ-અલગ કેમિકલમાં પાણી નાખી, આલ્કોહોલ ભેળવી તેની અંદર કલર, માલ્ટ અને ફ્લેવર નાખી નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. આ સાથે પોલીસે 450 લિટર આલ્કોહોલ કિંમત રૂપિયા 22,500 પણ કબ્જે કર્યું હતું.
કુલ 1,29,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ ઉપરાંત પોલીસે મિની વિદેશી દારૂની ફેક્ટરીમાંથી અલગ-અલગ કેમિકલ તેમજ એસેન્સ, અલગ-અલગ બ્રાન્ડની ખાલી બોટલો સહિત કુલ રૂપિયા 1,29,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ઝડપાયેલા બંને શખસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની સુરક્ષા માટે રેલવેનો નવતર અભિગમ: ટ્રેક પર લાગશે 'ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ'
January 17, 2025 08:10 PMમહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન
January 17, 2025 08:08 PMનરોડા પોલીસે પોલીસકર્મીઓ સામે જ નોંધ્યો ગુનો, કાયદાનું કરાવ્યું ભાન
January 17, 2025 08:06 PMરશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 લોકો ગુમ, કેન્દ્ર સરકારે બીજું શું કહ્યું?
January 17, 2025 08:05 PMએમ જ આમળાને સુપરફૂડ નથી કહેવાતું, પાંચ ફાયદાથી તમે પણ કરો ડાઈટમાં સામેલ
January 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech