BREAKING NEWS

જામનગર : ધ્રોલ પંથકમાં ખાણ ખનીજ વિભાગના દરોડા: ૬ વાહન કબ્જે

  • January 05, 2026 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની ખાણ ખનીજ વિભાગની ટુકડીએ ધ્રોળ પંથકમાં દરોડો પાડયો હતો, અને સોયલ ગામમાંથી સાદી માટી (ખનીજ)ની બિનઅધિકૃત રીતે ચોરી કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એક જેસીબી અને પાંચ ટ્રેક્ટર વગેરે વાહનો સીઝ કરી લેવામાં આવ્યા છે.


ધ્રોલ તાલુકાના સોયલ ગામ ખાતે અવાર નવાર  સાદિમાટી ખનીજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ મળતા જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી તેઓની તપાસ ટીમ દ્વારા તા.૦૩.૦૧.૨૦૨૬ના રોજ આકસ્મિક રીતે તપાસ કરતાં ૧ જે. સી.બી અને ૦૫ ટ્રેક્ટર  દ્રારા સરકારની કોઈપણ પ્રકારની પરવાનગી વગર બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવ્યું હતું 


આથી ખાણ ખનીજ વિભાગની ટિમ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને મૂળાભાઇ હાદાભાઈ ઝાપડાની માલિકી નું જી.જે.૧૨ સી.એમ. ૫૧૬૩ નંબરનું જે.સી.બી. મશીન, તેમજ આમીર હુસૈન ચાવડા ની માલિકીનું જી.જે.-૬ પી.એચ. ૩૨૧૪ નંબરનું ટ્રેકટર, નારણભાઈ ગોવિંદભાઈ ઝાપડાની માલિકીનું જી.જે.૧૦ ડી.એ. ૮૮૧૨ નંબરનું ટ્રેકટર, ભુરાભાઈ વીરાભાઇ ઝાપડાની માલિકીનું જી.જે.૧૦ ડી.એન. ૨૮૦૮ નંબરનું ટ્રેકટર, હાદાભાઈ હરજીભાઈ ઝાપડા ની માલિકીનું જી.જે. ૧૦ ડી.એ. ૯૪૭૬ નંબરનું ટ્રેકટર, અને જાવેદભાઈ લતીફભાઈ ચારેણાની માલિકીનું નંબર પ્લેટ વગરનું ટ્રેકટર વગેરે સહિત કુલ રૂપિયા ૬૦ લાખની કિંમતના તમામ વાહનો- મશીનરી સીઝ કરી લઈ તેની કસ્ટડી સોયલ ગ્રામ પંચાયતની કચેરીને સોંપી દેવાઇ છે.  

​​​​​​​આ સમગ્ર કામગીરી ખાણ ખનીજ વિભાગ ની ટીમના નિખિલભાઈ, રમેશભાઈ, આનંદભાઈ, ભાવેશભાઈ, નૈતિક ભાઇ, અને રજનીકાંતભાઈ વગેરે દ્વારા કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application