જામકંડોરણા પંથકની નદીમાંથી રેતી કાઢી ખોખલી કરતા ખનિજ માફિયા

  • September 24, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામકંડોરણાની ફોફળ નદીનો તટ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં કાળી રેતી મળી રહે છે. આ ફોફળ નદીમાંથી કાળી રેતી ઉલેચીને સરકારી ખરાબાની જગ્યાએ રીતસરના સટ્ટા મારી દેવાય છે છતાં જામકંડોરણાનુ તત્રં આ સટ્ટા ની આસપાસ ફરકતા પણ થરથર કાંપતા હોય તો જ આવાં દ્રશ્યો કેમેરામાં કેદ થઇ શકે, જેમાં ખનીજ માફીયાઓ દ્રારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરી કરોડો પિયાની સરકારી તિજોરીની આવક પોતાની તિજોરીમાં ભરી રહ્યા છે અને સરકારી તત્રં ખુલ્લ ી આંખે તમાશો જોઈ રહ્યું છે. આ દ્રશ્ય જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામે સ્વામીજી ના આશ્રમ ની સામે ખુલી જગ્યાએ પડેલા રેતી ના ઢગલાઓ મુંગા મોઢે ઘણું બધું કહી રહ્યા છે. જામકંડોરણા પંથકમાં અવારનવાર ખનીજની ચોરી પર લોકો દ્રારા આંગળી ઉઠાવી રહ્યા છે. પરંતુ સરકારી તત્રં કાર્યવાહી કાં તો ફકત દેખાડવા પૂરતી સીમિત હોય છે કાં તો 'પાશેરા માં પૂરી' સમાન બતાવવામાં આવે છે જામકંડોરણાની જનતા બધં કેમેરે એવું કહે છે કે જો કોઈ અધિકારી હિંમત  કરે કેસ કરવાની  ત્યારે આ ખનિજ માફિયાઓના આકાઓ આવી આવા કેસ રફેદફે કરી આપે છે. જેથી જામકંડોરણા  પંથકમાં ખરેખર ખનીજચોરી ડામવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જામકંડોરણા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કાળી રેતીખનનનો કાળો  કારોબાર ફલ્યોફાલ્યો છે જે સરકારી તંત્રના ધ્યાનમાં પણ છે પરંતુ અધિકારીઓને આ રેતીચોરીના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવામાં જરા પણ રસ નથી! તેવું રેતી ના સટ્ટા પાસે થી પસાર લોકો કહી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application