બગસરા સિવિલ હોસ્પિટલના કામમાં લોલમલોલ અનેક વખત રજૂઆત છતાં તપાસના નામે મીંડુ

  • February 24, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિગત અનુસાર બગસરામાં ચાલી રહેલી સરકારી સિવિલ હોસ્પિટલના કામમાં દે ધનાધન ચાલી રહ્યું છે. એક જાગૃત નાગરિક દ્વારા તંત્રને રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા તપાસ કરી ઙ્ગઙ્ખી ટેન્ડર મુજમ મટીરીયલ ન વાપરવામાં આવતા રવી કન્ટ્રક્શન દ્વારા ૪.૭૫ કરોડ રૂપિયાનો ધુમાડો કરી રહ્યા ના આક્ષેપો કરવામાં આવ્યા છે અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આ કામની લેબોરેટરી કરવામાં આવે તો ખબર પડે કે કેટલા અંશે આ કામ કરેલું છે પરંતુ તંત્રની મિલી ભગતના કારણે કોઈ પણ તપાસ કરવામાં આવી નથી જ્યારે બગસરામાં એક અધ્યતન હોસ્પિટલ બનાવવાનું સરકારના સપના ઉપર પાણી ફરી વળતું હોય તેવું લાગી રહ્યું છે.

 આ કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા પ્રમાણમાં લોખંડ કે પછી ટેન્ડર મૂજમ કાકરી કે રીતે ન વપરાતી હોવાની ફરિયાદ સામે આવી છે જ્યારે શરૂઆતથી જ વિવાદમાં રહેલ આ હોસ્પિટલમાં ગેર રિતીની ફરિયાદો આવી રહેલ છે જૂની બિલ્ડિંગ પાડીને બ્લોક અને બાકડા ક્યાં ગયા તેની કોયને ખબર જ ન પડી ત્યાર બાદ ખાત મુર્હૂતમાં અમુક નેતાના નામ લખેલ તેની ગેર હાજરી રહેલ ત્યાર બાદ સરકારને ઉધા ચસમાં પહેરાવી ચેકીંગ દરમિયાન બોડ લગાવવા માં આવ્યું ત્યાર બાદ ઉતારી લેવામાં આવતું હતું.
 ચેકીંગ દરમીયાન સબ સલામત છે તેવું બોડ લગાવી દેવામાં આવતું હતું ત્યાર બાદ ચેકીંગ પૂરું થાય કે તરતજ બોડ ઉતારી લેવામાં આવતું અને હવે અ પૂરતા પ્રમાણમાં લોખંડ કાકરી અને રેતીમાં ચાલી રહેલ લોલમલોલ તો શું તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવે છે બાંધકામના એન્જિનિયર ફરકતા નથી કે પછી તંત્રની મિલી ભગત છે તેવા વેધક સવાલો ઉઠી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application