જામનગરમાં રસ્તાના નબળા પેચવર્કના નામે લાખો રુપીયા પાણીમાં...!

  • June 08, 2021 11:01 AM 

દર વખતે ચોમાસામાં જ કેમ ડામરના પેચવર્ક કરાય છે ? અણીયારો પ્રશ્ર્ન : લોટ, પાણી અને લાકડા જેવું કામ થાય છે પરંતુ શાસકોને આ કામ દેખાતું નથી: લાખો રુપીયાનો ખર્ચ પેચવર્કમાં કરાય છે તો તેનું વળતર શું...?: પ્રજાની પરસેવાની કમાણી એક ઝાટકે સ્વાહા કરવામાં આવતી હોવાની રાવ

જામનગર મહાનગરપાલીકા દ્વારા ચોમાસુ શરુ થાય તે પહેલા જ દર વખતની જેમ લાખો પીયાના ખર્ચે પેચવર્ક શરુ કરી દેવામાં આવ્યા છે, એક દિવસમાં ફટાફટ રસ્તાના પેચવર્ક થઇ જાય છે, કોઇ ગુણવત્તા જળવાતી નથી એવી ફરીયાદો  લોકોમાં ઉઠવા પામી છે, અઠવાડીયામાં જ પેચવર્ક થયેલા કામોમાંથી કાંકરાઓ ઉડે છે, માથાભારે કોન્ટ્રાકટરો દ્વારા કરાતા આ કામ સામે મહાપાલીકાના અધિકારીઓ પણ લાચાર થઇ ગયા છે, અને કંઇ કહી શકતા નથી, નબળું પેચવર્ક થાય છે તેવું કોર્પોરેટરો પણ સ્વીકારે છે પરંતુ અહીં કોઇ બોલવાવાળું નથી અને જામનગરમાં રસ્તાના નબળા પેચવર્ક સામે લોકોમાં રોષ શ થયો છે, અઠવાડીયા બાદ ચોમાસુ શરુ થશે ત્યારે ફરીથી ખાડા, ખડબા પડી જશે અને બીજી વખત પેચવર્ક કરવાનો વારો આવશે તેમાં કેટલાક માલામાલ થઇ જશે ત્યારે જામનગર મહાપાલીકાના પદાધિકારીઓએ હવે આળસ મરડીને નબળા થઇ રહેલા કેટલાક પેચવર્કના કામો ઉપર વોચ રાખવી જોઇએ અને જયાં જયા નબળુ કામ થાય છે ત્યાં ફરીથી કામ કરાવવું જોઇએ તેવું લોક મુખે ચચર્ઇિ રહયું છે.

જેવી ચોમાસાની શરુઆત થાય તે પહેલાના 15 દિવસ અગાઉ કોર્પોરેશન દ્વાર ફટાફટ તમામ 16 વોર્ડમાં પેચવર્કના કામો શરુ કરી દેવામાં આવે છે, આ અગાઉ સ્ટે. કમિટીમાં ઉપરોકત કામો પાસ કરી દેવામાં આવે છે, મહાપાલીકામાં પ્રિ-મોન્સુનની કામગીરી હંમેશા વિવાદાસ્પદ રહી છે, તાજેતરમાં વ્યવસ્થીત કામગીરીનું કહેતા મહાપાલીકાના સોલીડ વેસ્ટના એક કર્મચારીને ફડાકા પડયા હતા, આ થપ્પડ કી ગુંજ હજુ સમી નથી ત્યારે હાલમાં કેટલાક સ્થળોએ જે રીતે પ્રિ-મોન્સુનની કામગીરી થઇ રહી છે તે યોગ્ય નથી તેવું લોકોનું કહેવું છે.

જામનગરમાં ટાઉનહોલ, ચાંદીબજાર, રણજીત રોડ, પટેલ કોલોની, સેતાવાડ, દિ.પ્લોટ, ખોડીયાર કોલોની, પાર્ક કોલોની, રણજીતનગર, સહિતના કેટલાક વિસ્તારોમાં હાલમાં પેચવર્કનું કામ થઇ રહયું છે તે જોવા જેવું છે, સતત નબળા કામને કારણે લોકો પણ ત્રાસી ગયા છે, હજુ પેચવર્ક થયુ અને બે-ત્રણ દિવસ થયા હોય આ પ્રકારના ખાડામાંથી કાંકરા ઉડીને સ્કુટર અને કારમાં અથડાય છે અને લોકો ભારે પરેશાન થાય છે.

અહીં એ પ્રશ્ર્ન થાય છે કે જે રીતે જામનગર શહેરમાં પેચવર્કના નબળા કામો થઇ રહયા છે તે જોવાની જવાબદારી કોની છે ? શું જામનગર મહાપાલીકાના ચુંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓની જવાબદરાી નહીં, નબળા કામ અંગે લોકો ફરીયાદ કરે છે પરંતુ શા માટે કોન્ટ્રાકટરોને કહેવામાં આવતુ નથી તે પણ પ્રશ્ર્ન અહીં ઉઠયો છે, કેટલાક કિસ્સામાં અધિકારીઓ પદાધિકારીઓનું માનતા નથી તેવી ફરીયાદ પણ થઇ છે, જેમ એસ્ટેટ શાખા દ્વારા એમને મન થાય ત્યારે એ વિસ્તારોમાં દબાણો દુર કરે છે અને પદાધિકારીઓ કે કોર્પોરેટર જયારે અમુક વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો બાંધવાનું શરુ થાય ત્યારે કહે છે ત્યારે અધિકારીઓ યેનકેન પ્રકારે ગલ્લા તલ્લા કરીને આ કામગીરી કરવાનું ટાળે છે, એકને ગોળ અને બીજાને ખોળ તેવી સ્થીતી જોવા મળે છે, રેલ્વે સ્ટેશન પાસેનું એક ગેરકાયદે બાંધકામ તાબડતોબ કોઇકની સુચનાથી તોડી પાડવામાં આવ્યું અને રણજીત રોડ પર આવેલ એક ગેરકાયદે બાંધકામની જગ્યાઓ કોર્ટના આદેશ છતા પણ હજુ સુધી તુટયુ નથી આવું તો જામનગર મહાપાલીકામાં જ બની શકે.

જયારે જયારે પેચવર્ક કરવામાં આવે છે ત્યારે તેમા કેરોસીન ભેળવવામાં આવતુ હોવાની ફરીયાદો પણ ઉઠી છે, પેચવર્ક થયાને આઠ દિવસમાં કેટલાક પેચકર્વમાંથી કાંકરા ખરી રહયા છે પરંતુ આ કાંકરા જામનગર મહાપાલીકાના અધિકારીઓ અને પદાધિકારીઓને કયારે દેખાય તેની લોકો રાહ જોઇ રહયા છે.

અહીં એ પ્રશ્ર્ન થાય છે કે દર વર્ષે ચોમાસના 10-15 દિવસ પહેલા જ શા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જયારે ચોમાસુ પુરુ થાય ત્યારે મોટાભાગના પેચવર્ક નબળા પડી ગયા હોય છે અને ઉખડી જાય છે અને લોકોના ટેક્ષથી ભરેલા પીયા પાણીમાં જાય છે અને કહેવત છે કે જલસા કર બાપુ જલસા કર, લોકો જાય તેલ લેવા જલસા કર...

જામનગરમાં લોકોનું સાંભળનારું કોઇ નથી, નબળુ પેચવર્ક હોય, ગેરકાયદેસર બાંધકામ હોય, કે અન્ય અસુવિધા હોય, રસ્તા ઉપર ખુલ્લેઆમ ઢોર-ઢાંખર હોય આ બધુ હોય છતા પણ સમયસર કોઇ પગલા ન લેવાના કારણે લોકોમાં પણ હવે કોર્પોરેશન સામે ઉગ્ર રોષ જાગ્યો છે, નબળુ કામ કોન્ટ્રાકટર કરે છે છતા તેને સામે પગલા લેવામાં મહાપાલીકાના પદાધિકારીઓ અને અધિકારીઓને કોની શરમ નડે છે તે સમજાતું નથી, ટુંકમાં નબળા પેચવર્કના કામો ઉપર તાબડતોબ તપાસ થવી જોઇએ તેમ લોકોનું કહેવું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)