​​​​​​​અહો આશ્ચર્યમ... : ફ્રાંસથી આવેલા આ દંપતી પાસેથી મળ્યા 2.74 કરોડના આઈફોન 

  • March 03, 2021 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશથી આવતા લોકો પોતાની સાથે ગેરકાયદેસર રીતે ગોલ્ડ લઈને આવ્યા હોય તેવા તો તમે અનેક કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ હવે દાણચોરી માત્ર સોના પૂરતી મર્યાદિત નથી રહી.આ વાત વાંચીને તમે પણ ચોંકી જશો.બેંગલુરુ એરપોર્ટ પર ફ્રાંસથી આવેલા એક કપલની બેગ ચેક કરવામાં આવી હતી. કસ્ટમના અધિકારીઓએ જ્યારે આ બેગ ચેક કરી ત્યારે તેમાંથી 2.8 કરોડના એવા પાર્સલ નીકળ્યા કે જેને જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. 

મૂળ ભારતીય અને અમેરિકન પાસપોર્ટ ધરાવતું આ કપલ એર ફ્રાન્સની ફ્લાઈટમાં શનિવારે બેંગલુરુ લેન્ડ થયું હતું. જ્યારે તેની બેગ ચેક કરવામાં આવી ત્યારે તેમની પાસેથી 37 જેટલા બેંક કાર્ડ પણ જપ્ત કર્યા હતા. 49 વર્ષીય પુરુષ અને તેની 48 વર્ષની પત્નીના સામાનની ઝડતી લેતી વખતે તેમાંથી 206 જેટલા કાળા કલરના નાના બોક્સ નીકળ્યા હતા. જેમાં આઈફોન 12 પ્રો અને પ્રો મેક્સ ફોન હતા. ભારતમાં આ ફોનની જેટલી કિંમત છે તેના આધારે જપ્ત કરાયેલા ફોનની કીમત 2.74 કરોડ જેટલું થવા જાય છે.

આ દંપતી મુંબઈથી 13 ફેબ્રુઆરી 2021ના રોજ ફ્રાંસ જવા રવાના થયું હતું અને ત્યાંથી પોતાની સાથે 206 જેટલા આઈફોન લાવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ વતી કામ કરતા હતા, જેની બેંગલુરુમાં મજબૂત લિંક હતી.

મળતી માહિતી અનુસાર જે ફોન દાણચોરી કરી લવાયા તેમનું ભારતમાં ગેરકાયદેસર રીતે વેચાણ થવાનું હતું. રવિવારે આ કપલને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયું હતું. તેમને હાલ 12 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS