રાજકોટ મહાનગરપાલિકાના ફડ વિભાગની ટીમ તથા વાન સાથે શહેરના બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૮ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચેકિંગ દરિમયાન બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ જોગી ઘૂઘરા, સંધ્યા મદ્રાસ કાફે, ચામુંડા ભેળ સેન્ટર, તડકા ચાઇનીઝ, જલારામ વડાપાઉં, એ–વન દાલબાટી તથા સિધ્ધી વિનાયક દાળપકવાન –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલી હતી.
યારે એચ એસ વડાપાઉં, શિવશકિત ચાઇનીઝ, ઓમ પનીર સૂરમાં, જય ખોડિયાર ચાઇનીઝ, રાધેશ્યામ ચાઇનીઝ, જય ગણેશ મદ્રાસ કાફે, કચ્છી દાબેલી, તિપતી મદ્રાસ કાફે, ગણેશ પાઉંભાજી, અખિયા ચાઇનીઝ, એમ જી એમ પાઉંભાજીની ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્રારા ફુડ સેટી સસ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૫ નમૂના લેવામાં આવેલ ૧. ભેંસનું દૂધ (લુઝ): સ્થળ– રાધેશ્યામ ડેરી ફાર્મ, પેડક રોડ, હનુમાન મંદિર પાસે, રાજકોટ. ૨. મિકસ દૂધ (લુઝ): સ્થળ– શ્રી રામ ડેરી ફાર્મ, પેડક રોડ, સેટેલાઈટ ચોક, રાજકોટ. ૩. મિકસ દૂધ (લુઝ): સ્થળ– અવધ સ્વીટ ડેરી ફાર્મ, અક્ષર હાઇટસ, રાજકોટ. ૪. મિકસ દૂધ (લુઝ): સ્થળ– શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ, ક્રિસ્ટીલ સિટી, કુવાડવા રોડ, રાજકોટ. ૫. મિકસ દૂધ (લુઝ): સ્થળ– જાગનાથ ડેરી ફાર્મ, જલારામ કોમ્પેલેક્ષ, રાજકોટ. ૬. મિકસ દૂધ (લુઝ): સ્થળ– હરભોલે ડેરી ફાર્મ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ. ૭. ભેંસનું દૂધ (લુઝ): સ્થળ– શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, રામેશ્વર પાર્ક મેઇન રોડ, રૈયા રોડ, રાજકોટ. ૮. ગાયનું દૂધ (લુઝ): સ્થળ– આકાશ ડેરી ફાર્મ, એ–૭, રવિ રેસિડેન્સી, ધરમનગર મેઇન રોડ, ૧૫૦ ફટ રિંગ રોડ, રાજકોટ. ૯. ભેંસનું દૂધ (લુઝ): સ્થળ– શ્યામ ડેરી ફાર્મ, ધરમનગર શોપિંગ સેન્ટર, સ્ટલિગ પાછળ, ૧૫૦ ફટ રિંગ રોડ, રાજકોટ. ૧૦. મિકસ દૂધ (લુઝ): સ્થળ– ઘનશ્યામ ડેરી ફાર્મ, વસંતવાટિકા, અંબિકા ટાઉનશીપ, મવડી, રાજકોટ. ૧૧. મિકસ દૂધ (લુઝ): સ્થળ– જય યોગેશ્વર ડેરી ફાર્મ, કસ્તુરી રેસિડેન્સી, જીવરાજ પાર્ક, રાજકોટ. ૧૨. મિકસ દૂધ (લુઝ): સ્થળ– શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ, કેનાલ રોડ, રાજકોટ. ૧૩. મિકસ દૂધ (લુઝ): સ્થળ– વિશાલ ડેરી ફાર્મ, મંગળા મેઇન રોડ, રાજયોગ એપાર્ટમેન્ટ, રાજકોટ. ૧૪. મિકસ દૂધ (લુઝ): સ્થળ– શિવ શકિત ડેરી ફાર્મ, રામકૃષ્ણ આશ્રમ મેઇન રોડ, રાજકોટ. ૧૫. મિકસ દૂધ (લુઝ): સ્થળ– શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, વિધાનગર મેઇન રોડ, મનહર પ્લોટ ખાતેથી લેવાયા છે. દૂધના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech