અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે યુરોપે કાયમી સેના બનાવવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં લગભગ 30 યુરોપિયન દેશોના સેના પ્રમુખો સહિત 34 દેશોના સેના પ્રમુખોએ પેરિસમાં બેઠક યોજી છે. આ બેઠક યુરોપિયન સેના બનાવવા પર ચર્ચા માટે યોજાઈ હતી.
આ બેઠકમાં યુક્રેનને મદદ સાથે યુદ્ધવિરામ પછી ભાવિ રશિયન આક્રમણ સામે બચાવ કરવા માટે સૈન્ય, વ્યૂહરચના, દેશોની ભાગીદારી અને સંરક્ષણ મુખ્યાલય વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાના સેના પ્રમુખોએ પણ ભાગ લીધો હતો. આ બેઠકને અસાધારણ માનવામાં આવી રહી છે કારણ કે આ પહેલીવાર છે કે જ્યારે અમેરિકાના નજીકના સહયોગી દેશોની સૈન્ય બેઠકમાં અમેરિકાને સામેલ કરવામાં આવ્યું ન હતું.
આ બેઠકને છેલ્લા કેટલાક દિવસોમાં ફ્રાન્સ અને બ્રિટન દ્વારા યુરોપને એક મંચ પર લાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાની હાજરી ચોંકાવનારી છે.ફ્રાન્સ અને બ્રિટન આ સુરક્ષા દળ માટેની યોજનાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેમનો ધ્યેય એવા દેશોનું ગઠબંધન બનાવવાનો છે જે યુદ્ધવિરામ પછી યુક્રેનના સંરક્ષણમાં ભાગ લેવા સક્ષમ અને તૈયાર હોય.
ફ્રાન્સના એક અધિકારીએ કહ્યું કે ફ્રાન્સ અને બ્રિટન દ્વારા બનાવવામાં આવી રહેલા પ્રસ્તાવિત સુરક્ષા દળનો હેતુ યુક્રેનને સુરક્ષા પૂરી પાડવાનો છે અને યુદ્ધવિરામ પછી મોટા રશિયન હુમલાઓને ટાળવામાં મદદ કરશે. આમાં ભારે શસ્ત્રોનો સમાવેશ થઈ શકે છે જે જરૂર પડ્યે કલાકો કે દિવસોમાં યુક્રેનના રક્ષણ માટે મોકલી શકાય છે.મીટિંગમાં, ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ કહ્યું, અમારી પ્રાથમિકતા એ વિચારવાની છે કે યુક્રેનિયન સૈન્ય ભવિષ્યમાં કેવું હોવું જોઈએ. અમે માનીએ છીએ કે પ્રથમ સુરક્ષા ગેરંટી યુક્રેનિયન સૈન્ય છે.અમે યુક્રેનના ડિમિલિટરાઇઝેશન માટે પ્રતિબદ્ધ છીએ. નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વારંવાર કહી ચૂક્યા છે કે તેઓ યુક્રેનનું ડિમિલિટરાઇઝેશન ઈચ્છે છે, પરંતુ કિવનું કહેવું છે કે તેના કારણે તેના પર વધુ હુમલા થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech