બિગ બોસ 16માં અડધી રાત્રે વધુ એક સ્પર્ધકની હકાલપટ્ટી થવાના અહેવાલ

  • February 09, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ગ્રાન્ડ ફિનાલે પહેલાં સલમાન ખાનનો શો રોજ નવા ટ્વિસ્ટ પેદા કરી રહ્યો છે
  • શિવ, સ્ટેન, શાલીન, પ્રિયંકા અને અર્ચના આ 5માંથી કોણ બનશે વિજેતા


સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 16ની પૂર્ણાહૂતિની ગણતરી ગણાઇ રહી છે. શોનું ફિનાલે 3 દિવસ બાદ એટલે કે 12 ફેબ્રુઆરીએ થશે, ત્યારે વિજેતાની જાહેરાત થઇ જશે. પરંતુ અત્યારે તો શોના દર્શકોને વધુ એક આંચકો લાગવાના અહેવાલ સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા. પરંતુ પાછળથી તેને રદિયો આપવામાં આવ્યો.

Bigg Boss 16 grand finale એપિસોડનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. શો તેની 16મી સીઝનની સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે, ટીવીનો સૌથી વિવાદાસ્પદ શો દર સેકન્ડે નવા ટ્વિસ્ટ અને ટર્નનો સાક્ષી બની રહ્યો છે. અગાઉ સુમ્બુલ તૌકીર ખાનને  શોની મજબૂત સ્પર્ધક માનવામાં આવતી હતી. પરંતુ તે અંતિમ 5મા પહોંચતા પહેલાં જ તેને ફિનાલે રેસમાંથી હાંકી કાઢવામાં આવી.

આ સિઝનનો ગ્રાન્ડ ફિનાલે 12મી ફેબ્રુઆરીના રોજ ટેલિકાસ્ટ થશે અને તે જ દિવસે ફેન્સને ખબર પડશે કે ટોપ ફાઈવ સ્પર્ધકોમાંથી કોણ ટ્રોફી ઘરે લઈ જશે. પરંતુ આ પહેલા બિગ બોસના ફેન્સ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.


અચાનક સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે બિગ બોસ 16 માં ફિનાલે પહેલા વધુ એક ઇવિક્શન થવાનું છે અને આ વખતે ઇવિક્શન અડધી રાત્રે થશે, જેના કારણે પરિવારના સભ્યોના હોશ ઉડી જશે. પરંતુ આ સમાચારમાં કેટલું સત્ય છે. ચાલો જાણીએ.


શિવ ઠાકરે, એમસી સ્ટેન, શાલીન ભનોટ, પ્રિયંકા ચહર ચૌધરી અને અર્ચના ગૌતમ બિગ બોસ 16ના ટોપ પાંચ સ્પર્ધકોમાં સ્થાન મેળવી ચૂક્યા છે અને તેમાંથી માત્ર એક જ વિજેતા બનશે. પરંતુ બિગ બોસના ઘણા ફેન્સે દાવો કર્યો છે કે ગ્રાન્ડ ફિનાલે પહેલા શોમાં મિડનાઇટ એવિક્શન થશે, ત્યારબાદ શોને ટોપ ચાર સ્પર્ધકો મળશે. પરંતુ હવે એક અહેવાલે આ તમામ બાબતોને અફવા ગણાવી છે.


શોની અંદરના ન્યૂઝ આપતા ખબરીએ ટ્વીટ કરીને કહ્યું છે કે હવે કોઈ એલિમિનેશન નથી. શોમાં હાજર તમામ સ્પર્ધકો ટોપ 5 ફાઇનલિસ્ટ છે અને વોટિંગ માત્ર વિનર માટે છે. આ ટ્વિટ બાદ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ આ બધાની વચ્ચે સલમાન ખાન વિકેન્ડ કા વારમાં પરત ફરીને ગ્રાન્ડ ફિનાલે કરવાનો છે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. અત્યારે બધાની નજર બિગ બોસના ગ્રાન્ડ ફિનાલે પર છે. આ વખતે ટ્રોફી કોણ જીતશે તે જોવું રસપ્રદ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application