ભાણવડ નગરપાલિકાની મઘ્યસત્ર ચૂંટણી જાહેર થઇ

  • September 07, 2021 11:18 AM 

ટુંકાગાળો હોવાથી રાજકીય પક્ષોની દોડાદોડીમાં વધારો: લાંબા સમયની ખેંચાખેચીનો અંત

ભાણવડ નગરપાલિકા બોડી સુપરસીડ થતાં નગરપાલિકામાં વહીવટદાર શાસન હતું, હાલ ભાણવડમાં કોઇને ખબર નહીં હોય તેટલી જલ્દી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં રાજકીય પક્ષોની દોડાદોડીમાં વધારો જોવા મળશે.

તા. 6-9-2021 ના ચૂંટણી જાહેર થયેલ જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તા. 18-9-2021 ઉમેદવારી પત્ર ચકાસવાની તા. 20-09-2021 ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા. 21-09-2021 મતદાનની તા. 03-10-2021 મત ગણતરી તા. 5-10-2021 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા. 08-10-2021 રહેશે.

ભાણવડ નગરપાલિકામાં ઘણાં લાંબા સમયથી ચૂંટાયેલા સદસ્યોમાં ખેંચાખેંચી જોવા મળતી અને એમાં અવિશ્ર્વાસની દરખાસ્ત સહિત સુધી પહોંચેલ અને અંતે સુપરસીડ પણ થયેલ જેની મઘ્યસત્ર ચૂંટણી ટુંકા સમયમાં થવાની હવે ભર સોમાયે પરસેવો વળી જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS