સુરતમાં સંક્રમણ : મ્યુકોરમાઇકોસિસ કોરોના દર્દી માટે બન્યો મુસીબત : આઠ લોકોની કાઢવી પડી આંખો

  • May 07, 2021 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેર દેશભરમાં કહેર વરસાવી રહી છે. ત્યારે ગુજરાતને પણ ઘણું સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાતીઓ ઝડપથી કોરોનાની ઝપટે ચઢી રહ્યા છે. અગાઉ વાયરસથી માત્ર ફેફસામાં જ અસર થતી હતી, પરંતુ હવે દર્દીઓના અન્ય ભાગમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે. કેટલાક લોકોની આંખ કાઢી નાંખવી પડે એવી સિચુએશન થઈ રહી છે. આ બીમારીનું નામ મ્યુકોરમાઈકોસિસ છે.

 

 

સુરતમાં છેલ્લા પંદર દિવસમાં 40થી વધારે આ બીમારીના કેસ સામે આવ્યા છે. જેમાંથી 8 લોકોની આંખ કાઢી નાખવામાં આવી છે. એક તરફ સુરતમાં કોરોનાનો કહેર વધારે છે. વેન્ટિલેટર, બેડ અને ઓક્સિજનની અછત છે ત્યારે લોકો આ નવી બીમારીનો પણ સામનો કરી રહ્યા છે. આ બીમારી પણ એટલી જ ખતરનાક છે. કારણ કે તેમાં તો દર્દીઓની આંખમાં કાઢવી પડે છે અથવા તો તેનું મૃત્યુ થાય છે.

 

 

ડોક્ટરના જણાવ્યા અનુસાર મ્યુકોરમાઈકોસિસ  એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે. જેમાં ઈંફેક્શન આંખથી બ્રેઈન સુધી પહોંચી જાય છે અને દર્દીનું મૃત્યુ થાય છે. કોરોનાના સંક્રમિત દર્દીઓ આંખ અને માથાના દુ:ખાવાને ઇગ્નોર કરે છે તેમના માટે આ બીમારી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. ઈન્ફેક્શન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જે બે કે ત્રણ દિવસમાં જ આંખમાંથી મગજ સુધી પહોંચી જાય છે. આથી આથી જો આવા કોઇ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે. નિષ્ણાતો અનુસાર ડાયાબિટીસ વાળા દર્દીઓને આ સંક્રમણ થવાનો વધુ ખતરો રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application