ફ્રાંસ ફ્રાન્સની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે અને વિપક્ષી સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી માત્ર ત્રણ મહિનામાં જ મિશેલ બાર્નિયરની સરકારને ઉથલાવી નાખી છે. ફ્રાન્સના ૬૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રાજકીય હલચલ જોવામાં આવી છે. વિપક્ષી સાંસદોએ ૩૧૧ મતથી અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવી મિશેલ બાર્નિયરની સરકારને ઘરભેગી કરી દીધી છે. ડાબેરી ધ ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ગઠબંધન દ્રારા રજૂ કરાયેલા આ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં ૩૩૧સાંસદોએ મતદાન કયુ હતું, યારે સરકારને તોડવા માટે માત્ર ૨૮૮ મતોની જર હતી. બાર્નિયર સરકાર માત્ર ત્રણ મહિના જ સત્તામાં રહી. હવે મિશેલ બાર્નિયરે પોતાનું રાજીનામું રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને સોંપવું પડશે
રાજકીય અસ્થિરતા વધશે
ફ્રાન્સમાં ત્રણ મહિનામાં સત્તા પરથી મિશેલ બાર્નિયર સરકારની હકાલપટ્ટી હવે આગામી સમયમાં રાજકીય અસ્થિરતામાં વધારો કરી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં રાષ્ટ્ર્રપતિ મેક્રોનની રણનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
શા માટે સાંસદો સરકાર વિરુધ્ધ થયા?
બાર્નિયર સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તનું મુખ્ય કારણ તાજેતરમાં રજૂ કરાયેલ સામાજિક સુરક્ષા બજેટ હતું. આ બજેટમાં ટેકસ વધારવા અને ખર્ચ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો ડાબેરી અને જમણેરી પક્ષોએ જોરદાર વિરોધ કર્યેા હતો. સરકારે આ બજેટને સંસદના મતદાન વિના પસાર કરવાનો નિર્ણય લીધો, જેના કારણે સ્થિતિ વધુ તગં બની ગઈ. આ પછી, વિપક્ષી દળોએ સરકાર વિદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી, જેના કારણે બાર્નિયર સરકારને આખરે હારનો સામનો કરવો પડો.
બાર્નિયર સરકાર લઘુમતીમાં આવી
જુલાઈમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષ બહત્પમતી મેળવી શકયો નહોતો. રાષ્ટ્ર્રપતિ મેક્રોને સપ્ટેમ્બરમાં મિશેલ બાર્નિયરના નેતૃત્વમાં લઘુમતી સરકારની રચના કરી હતી. ૭૩ વર્ષીય બાર્નિયર બહત્પમતી ન હોવા છતાં ગઠબંધનમાં સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.અંતે તે નાકામિયાબ સાબિત થયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech