જામનગરમાં વિદેશી દારુની બોટલો સાથે બે પકડાયા

  • December 26, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અને મહાકાળી સર્કલ પાસે દેશી દારુ અંગે દરોડા

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ, એપલ ગેઇટ પાસેથી બે શખ્સ દારુની બે બાટલી સાથે પકડાયા હતા. જયારે ગણપતનગર અને મહાકાળી સર્કલ નજીક દેશી દારુ અંગે દરોડા પાડવામા આવ્યા હતા, દારુ, આથો અને ભઠ્ઠીના સધાનો કબ્જે કરવામાં આવ્યા હતા.
જામનગરના હર્ષદમીલની ચાલી નજીક પટેલનગર શેરી નં. ૧માં રહેતા માનવ ધર્મેન્દ્ર પરમારને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી પોલીસે પકડી લીધો હતો, જયારે દિ.પ્લોટ-૫૫માં રહેતા ભાવિક વિનોદ ભદ્રા નામના શખ્સને અંગ્રેજી દારુની એક બોટલ સાથે દરેડ રોડ એપલ ગેઇટ-૨ પાસેથી પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત શહેરના ગણપતનગર પાસે બાવરીવાસમાં રહેતી પાર્વતીબેન બળદેવ બાવરીના ઝુપડેથી ૬ લીટર દેશી દારુ, ૯૦ લીટર આથો અને દારુ બનાવવાની ભઠ્ઠીના સાધનો સહિતનો મુદામાલ કબ્જે લેવાયો હતો.
વધુ એક દરોડામાં શહેરના મહાકાળી સર્કલ પાસે રાવળવાસમાં રહેતા મુકેશ મનસુખ ગોહીલના રહેણાંક મકાને પોલીસે દરોડો પાડી ૪ લીટર દેશી દારુ, ૪૦ લીટર આથો અને ચાલુ ભઠ્ઠીના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા, જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.
***
મેવાસાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
દ્વારકા તાબેના મેવાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા વિશાલભા સમૈયાભા માણેક નામના ૨૧ વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે રૂપિયા ૨,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલ તથા રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતના મોટરસાયકલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application