મેટોડા પોલીસે જુગારના બે દરોડામાં ૧૦ મહિલા સહિત ૧૩ને ઝડપી લીધા

  • March 15, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મેટોડા જીઆઇડીસી પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં ૧૦ મહિલાઓ સહિત ૧૩ ને ઝડપી લીધા હતાં.જેમાં લોધિકાના પાંભર ઇંટાળા ગામે જુગાર રમતા સાત મહિલા સહિત આઠને ઝડપી લીધા હતાં.જયારે મેટોડા જીઆઇડીસીમાં ત્રણ મહિલા સહિત પાંચને ઝડપી લીધા હતાં.


રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સદંતર અટકવવા માટે અપાયેલી સૂચનાના પગલે ડીવાયએસી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરી હેઠળ પીએસઆઇ એન.બી.ઝાલા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. યોગીરાજસિંહને બાતમી મળી હતી કે, પાંભર ઇટાળા ગામમાં આવેલ નવા પ્લોટ વિસ્તારમાં શેરીમાં જાહેર જગ્યામાં સ્ત્રી તથા પુરૂષો જુગાર રમે છે. જેથી પોલીસની ટીમે અહીં દરોડો પાડી ૧ પુરૂષ તથા ૭ મહિલાઓ સહિત ૮ ને જુગાર રમતા ઝડપી લીધા હતાં.


જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં સુનીલ વિનોદભાઈ રાઠોડ(ઉ.વ.૨૩), મનિષાબેન રમેશભાઇ રાઠોડ(ઉ.વ.૪૨), હંસાબેન જયેશભાઇ રાઠોડ(ઉ.વ.૩૮), વનીતાબેન સુરેશભાઇ રાઠોડ(ઉ.વ.૫૦), શિલ્પાબેન ભરતભાઇ ચાવડા,(ઉ.વ.૩૮), કોમલબેન જયેશભાઇ મકવાણા (ઉ.વ.૨૮), સોભનાબેન અનીલભાઇ હરીયાણી(ઉ.વ.૩૦) અને સપનાબેન જયેશભાઇ રાઠોડ(ઉ.વ.૧૮) (રહે.બધા પાંભર ઇટાળા તા.લોધીકા) નો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ રૂ.૧૧,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


મેટોડા પોલીસે અન્ય એક દરોડામાં હેડ કોન્સ. યોગીરાજસિંહ તથા કોન્સ. રવુભાઇ ગીડાને મળેલી બાતમીના આધારે મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૧ માં આવેલ અંજલીપાર્ક સોસાયટી, હનુમાનજી મંદીર સામે જાહેર જગ્યામાં જુગાર રમતા ૩ મહિલાઓ સહિત પાંચને ઝડપી લીધા હતાં.ઝડપાયેલા શખસોમાં પ્રવિણ ધીરજભાઈ કામળીયા(ઉ.વ.૩૨), હરીશ ભાલદેવભાઇ શીર(ઉ.વ.૨૯), ઉર્મીલાબેન મણીલાલ નિમાવત (ઉ.વ.૫૫) સંગીતાબેન દીનેશભાઇ શાહ (ઉ.વ.૩૫) અને સુનીતાબેન મનોહરભાઇ પટેલ (ઉ.વ.૩૭) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ ૭,૯૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application