મેટાએ તેનું સૌથી મોટું એઆઈ મોડલ લામા 3.1 405બી લોન્ચ કર્યું છે. આ કંપ્નીનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત લાર્જ લેંગ્વેજ મોડલ છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પણ કહ્યું છે કે, આ એક ઓપ્ન સોર્સ મોડલ છે જે જીપીટી-4, જીપીટી-40 અને ક્લાઉડ 3.5 સોનેટ જેવા મોડલ સાથે સ્પધર્િ કરશે. મેટાએ અગાઉ લોન્ચ કરેલા લામા 3 8બી અને 70બી એઆઈને પણ અપગ્રેડ કર્યું છે.
નવું વર્ઝન 1,28,000 ટોક્ધસને સપોર્ટ કરે છે. તેનો ઉપયોગ સામાન્ય જ્ઞાન, કામગીરી, ગણિત, ઉપકરણનો ઉપયોગ અને બહુવિધ ભાષાઓ વચ્ચે અનુવાદ માટે થઈ શકે છે. 405બી 405બીના પરિમાણો પર કાર્ય કરે છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ પેરામીટર મોડલ છે. આ મોડેલ અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન, પોર્ટુગીઝ, હિન્દી, સ્પેનિશ અને થાઈ ભાષાઓને સપોર્ટ કરે છે. લામા 3.1 405બી લોન્ચ કરતા પહેલા, 150 બેન્ચમાર્ક પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં તે પાસ થઈ હતી. મેટાના આ એઆઈ મોડેલે ગણિતમાં 96.8 પોઈન્ટ, જીટીપી-4 એ 94.2 પોઈન્ટ, જીટીપી -4 એ 96.1 અને ક્લાઉડ 3.5 સોનેટે 96.4 પોઈન્ટ મેળવ્યા છે.
ઝુકરબર્ગનો મોટો ફેરફારનો દાવો
ઝુકરબર્ગે દાવો કર્યો છે કે, લામા 3.1થી વિશ્વમાં મોટો બદલાવ જોવા મળશે. તેની મદદથી રચનાત્મકતા અને ઉત્પાદકતાને વધારવામાં મદદ મળશે. તેનાથી ભવિષ્યમાં નવા વિચારોને પ્રોત્સાહન આપવા અને સ્ટાર્ટઅપ શરૂ કરવામાં મદદ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech