જામસાહેબ દ્વારા ચાર દિ’ માં કરવામાં આવી બે મહત્વની સ્પષ્ટતા:
છેલ્લા કેટલાક દિવસથી જામનગરનો રાજ પરિવાર ચચર્ઓિમાં રહ્યો છે, જ્યારથી જામસાહેબ દ્વારા પોતાના વારસદારનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું ત્યારથી રાજ પરિવાર તરફથી એક પછી એક મહત્વના ખુલાસા થઇ રહ્યા છે, દરમ્યાનમાં ચાર દિવસમાં બે મહત્વની સ્પષ્ટતા જામસાહેબ તરફથી કરવામાં આવી છે, જેમાં એક મોટા પ્રોજેકટ અને યુવરાજ અંગે મહત્વની વિગતો જાહેર કરાઇ છે.
તા. રર ના રોજ જામ શત્રુશલ્યસિંહજી મહારાજ તરફથી એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેની અક્ષરસ: વિગત મુજબ... તાજેતરમાં સોશ્યલ મીડીયામાં અને ખાસ કરીને વ્હોટસઅપમાં એક મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પાંચ રસ્તા નજીક ધ રોયલ જામપેલેસ એન્કલેવ તૈયાર થવા જઇ રહ્યું છે અને અહીં ક્લબ હાઉસ અને અલગ અલગ પ્રકારના બંગલાઓ અંગે મેસેજમાં માહિતી આપવામાં આવી છે. આ સમાચાર પાયાવિહોણા અને તદ્દન ખોટા છે. આ વિગતો અમે જાહેર કરી નથી કે અંગે અમને કોઇ માહિતી પણ નથી. જેથી લોકોને અપીલ છે કે આ સમાચાર કે મેસેજને સાચા નહીં માનવા અને આ પ્રકારના મેસેજ વાયરલ ન કરવા.
આ પછી તા. ર6/10/ર0ર4 ના રોજ જામસાહેબ તરફથી જરી સ્પષ્ટતાના મથાળા સાથે મીડીયાને યાદી આપવામાં આવી જેની અક્ષરસ: વિગતો મુજબ... છેલ્લા થોડા સમયથી સોશ્યલ મીડીયા અને અખબારમાં આવતા સમાચારોમાં જે ગેરસમજ આવે છે, તે અંગે જરી સ્પષ્ટતા કરવાની કે, અજયસિંહ જાડેજાને જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાએ વારસદાર જાહેર કયર્િ છે. તેથી તે યુવરાજથી ઓળખાય, નહીં કે જામસાહેબ તરીકે...
આમ રાજ પરિવાર તરફથી ચાર દિવસ દરમ્યાન બે મહત્વની ચોખવટો કરવામાં આવી અને આ બન્ને બાબતો જામનગર શહેરના લોકો માટે અત્યંત મહત્વની છે કે, કારણ કે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને લોકો અત્યારથી જ જામસાહેબ માનતા થઇ ગયા હતા, હવે એ સ્પષ્ટ થઇ છે કે હાલ તેઓ યુવરાજ છે, બીજું મોટા પ્રોજેકટ અંગેની પણ જે વાતો ચાલી રહી હતી, તેના ઉપર પણ જામસાહેબ દ્વારા હાલ ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech