ગઈકાલે મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા શાંતિ પૂર્વક રીતે પૂર્ણ થયા બાદ આન્સર કી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે 13 જૂન ની આસપાસ પરિણામ જાહેર કરાશે.રાજકોટ જિલ્લાના 7249 મળી ગુજરાતના 80,000 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. જ્યારે સમગ્ર દેશમાંથી 24 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગઈકાલે લેવાયેલી પરીક્ષામાં 10% વિદ્યાર્થીઓને બાદ કરતા 90 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા માં બેઠા હતા. ગત વરસની તુલનામાં આ વર્ષે પેપર સરળ રહ્યું હતું તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પ્રશ્નો કઠિન રહ્યા હતા જ્યારે બાયોલોજી અને ઝુઓલોજીના પ્રશ્ન સરળ રહ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ અઘરું થયું હતું. તમામ વિદ્યાર્થીઓ માટે પેપર અઘરું રહે તો મેરીટ ઊંચું જાય તેવી શક્યતા પણ ઊભી થઈ છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ ફિઝિક્સમાં થીયરી વધારે પુછાય હતી જેમાં પ્રશ્નો પણ અઘરા રહ્યા હતા એકંદરે ફિઝિક્સ નું પેપર મોડરેટ રહ્યું હતું જ્યારે કેમેસ્ટ્રી અને બાયોલોજી ની પરીક્ષા વિદ્યાર્થીઓને સરળ લાગી હતી.
રાજકોટમાં સાત કેન્દ્રમાં નીટની પરીક્ષા લેવામાં આવી હતી કાળજાળ ગરમી વચ્ચે ગઈકાલે આંકડો તાપ ન હોવાથી વિદ્યાર્થીઓએ થોડી રાહત સાથે પરીક્ષા આપી હતી. તમામ કેન્દ્ર પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ વર્ષે બોર્ડના પરિણામ પહેલા નીટની પરીક્ષા લેવામાં આવી છે સામાન્ય રીતે દર વર્ષે બોર્ડના પરિણામ બાદ નીટની પરીક્ષા યોજાતી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech